Abtak Media Google News

મંગળા આરતી, સદગુરુ ભગવાનનું પુજન-અભિષેક, રામચરિત માનસના અખંડ પાઠ, મહાભંડારો, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનો: કાલે ભવ્ય અન્નકુટ દર્શન

આશ્રમ રોડ પર આવેલ અને માનવ સેવાની પ્રવૃતિઓથી ધમધમતા તિર્થભુમિ સમા સદગુરુ સદન પૂ. રણછોડદાસજી મહારાજના આશ્રમમાં દિપાવલીથી લાભ પાંચમ સુધી અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આજુ રણછોડદાસજી મહારાજની જન્મ જયંતિ નીમીતે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આજે તા.૩૧ને ગુરુવારે કારતક સુદ ૪ સદગુરુ ભગવાનની જન્મ જયંતિનો જાજારમાન મહોત્સવ યોજાયો છે. જેમાં સવારે ૫.૩૦ વાગ્યે મંગળાઆરતી ત્યારબાદ પૂ. સદગુરુ ભગવાનનું પુજન રામરક્ષા સ્ત્રોત, અભિષેક, પ્રાર્થના સ્વાઘ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠશ્ર્લોકો પુષ્પાંજલી સાથે સર્વે ભાઇ બહેનોની સામુહિક ઉ૫સ્થિતિમાં ગુરુદેવ ભગવાનની જન્મ જયંતિ નિમિતે મહાભંડારાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ભારતભરના સાધુ સંત ભગવાનની પધરામણી થઇ હતી અને ગુરુ ભગવાનનો જય જયકાર થયો છે.

Advertisement

Dsc 0290

સવારે ૧૦.૩૦ વાગ્યાથી બપોરના ૧.૩૦ વાગ્યા સુધી ભગવાનની તપભીની ચરણપાદુકાના સ્પર્શ દર્શનનો અલૌકિક લ્હાવો બપોરે ૪ થી રાત્રીના ૧૧.૩૦ સુધી પણ લઇ શકાશે. તેમજ ગુરુ મઢીમાં પ્રાંત ૪ કલાકે રામ ચરિત માનસજીના અખંડ પાઠનું આયોજન થયું છે. બપોરના મહાપ્રસાદ ભોજનનો લાભ રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના અને તમામ બહારગામના ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો, બાળકોએ સપરિવાર લાભ લીધો હતો આ ઉપરાંત બ્લડ બેંક ડોનર બેંક દ્વારા સીવીલ હોસ્પિટલના થેલેસેમીયાના બાળ દર્દીશ્રી સદગુરુ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.

Dsc 0282

આવતી કાલ તા. ૧-૧૧ ને લાભ પાંચમના શુભદિને સદગુરુ દેવના સાનિઘ્યમાં અન્નકુટનું આયોજન કરાયું છે. જેની પ્રથમ આરતી બપોરે ૧ વાગ્યે થશે. અન્નકુટના દર્શનનો સમય બપોરે ૧.૩૦ થી ૮ વાગ્યા સુધી રહેશે. હરિચરણદાસજી મહારાજના હસ્તે અન્નકુટની બન્ને આરતી થશે જે સોનામાં સુગંધરુપ બનશે.

Dsc 0260

ઉલ્લેખનીય છે કે દીપાવલી ના દિવસે મંગળા આરતી, સાયંકાલીન આરતી તેમજ સમુહ ચોપડા પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ નુતનવર્ષના શુભ દિને મંગળાઆરતી બાદ અન્નકુટ દર્શન તેમજ અન્નકુટ ભેટરુપી પ્રસાદીનું આયોજન થયું હતું. જેનો મોટી સંખયામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.