Abtak Media Google News

ભાઈ આપણા ભેગો રે જે હો !! લોબિંગ માટે ભાજપના નાનામોટા કાર્યકરોની રાતોરાત કિંમત વધી ગઈ!!

આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે મુરતિયા (ઉમેદવારો) પસંદ કરવા આગામી તા.૨૪ ને રવિવારે વિરપર નજીક “બા”ની વાડી ખાતે સેન્સ લેવામાં આવનાર હોય મોરબી,ટંકારા,માળીયા અને વાંકાનેરમાં ભાજપના નાના મોટા કાર્યકરોની કિંમતમાં વધારો થઈ જવા પામ્યો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત અઠવાડિયે તમામ જિલ્લામાં ઉમેદવારો પસંદ કરવા નિરીક્ષકોની નિમણુંક કરાય બાદ આગામી તા.૨૪ને રવિવારે અને મતવિસ્તારની બેઠક માટે મુરતિયા પસંદ કરવા વિરપર નજીક આવેલ બા ની વાડી ખાતે ત્રણેય બેઠકો માટે ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવશે.

વધુમાં સેન્સ પ્રક્રિયા માટે નીતિનભાઈ ભારદ્વાજ, નિરુબેન કાંમ્બલિયા,અને રમેશભાઈ મુંગરા ત્રણેય બેઠકો માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની દાવેદારી નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અને બેઠક માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અને અનેક શેરી નેતાઓ પણ ટીકીટ લેવા માટે લાઈનમાં ઉભા રહી તાકાત મુજબ ટેકેદારોને સાથે રાખી નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવવા ભરત ભરી ને બેઠા છે. દરમિયાન વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ મોરબી જિલ્લામાં ભાજપના કાર્યાલયમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે,સામાન્ય દિવસોમાં કામ લઈને આવનાર કાર્યકરોને જોઈને મોઢું બગાડનાર ટીકીટ વાચ્છુંકોને હવે લોબિંગ માટે કાર્યકરોની જરૂરિયાત ઉભી થતા કાર્યકરોની વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

કેટલાક કહેવાતા નેતા તો જાણે ટીકીટ મળી જ જવાની હોય તેમ અત્યારથી કાર્યકરોને ભાઈ..જો જે હો તારે સેન્સ સમયે મારી સાથે જ રહેવાનું છે…જો જે હો ભાઈ ભૂલતો નહિ.. આવી કાકલૂદી કરી શોખીન કાર્યકર્તાઓની દરેક ડિમાન્ડ પણ પુરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સંજોગોમાં હોવે રવિવારે નિરીક્ષકો સમક્ષ કેટલા મુરતિયા દાવેદારી નોંધાવે છે તે જોવું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.