Abtak Media Google News

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ, મંત્રી ભુપેન્દ્રસિંહ સહિતના મહાનુભાવોના હસ્તે સન્માર્થીઓના સન્માન કરાશે

મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન-રાજકોટ દ્વારા આયોજીત તા.૨૪ને રવિવારે બપોરે ૨:૩૦ કલાકે હેમુગઢવી નાટય ગૃહ ખાતે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાબાપુના પ્રમુખસ્થાને ગુજરાતભરના ‘ક્ષત્રિય સ્કીલ’ને સન્માનવાનો ભવ્ય કાર્યક્રમ ‘૧૪મો સ્કીલ એવોર્ડ સેરેમની-૨૦૧૮’ વિશાળ ક્ષત્રિય સમુદાયની ઉપસ્થિતિમાં ઉજવાશે. આ કાર્યક્રમમાં આઝાદી પછી એટલે કે, ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ પછીથી અત્યાર સુધીમાં ગુજરાત રાજયના જે ક્ષત્રિયો, ચીન, પાકિસ્તાન સાથેના ૧૯૬૫, ૧૯૭૧ તેમજ કારગિલ યુદ્ધમાં શહિદ થયા છે તે સર્વ મહાન શહિદોને આ કાર્યક્રમમાં વીરાંજલી અર્પવામાં આવશે અને એમના શૌર્યને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને પરીવાર સાથે પધારવાનું સંસ્થાનના પ્રમુખ ડો.યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા) તરફથી સ્નેહ નિમંત્રણ આપવામાં આવે છે.

Advertisement

આ કાર્યક્રમમાં ચારણસંતશ્રી પાલુભગતજીના આર્શિવચન પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા (કચ્છ), ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી જાડેજા (કચ્છ), નાયબ સચિવ અશોકસિંહજી પરમાર ગાંધીનગર તથા બ્રિગેડિયર અજીતસિંહજી શેખાવત (કમાન્ડર, રાજકોટ એન.સી.સી. ગ્રુપ હેડ કવાર્ટર) વિશેષ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં એજયુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેમ કે, રાષ્ટ્રપતિ ચંદ્રક, સ્પોર્ટસમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ એન.સી.સી. ‘સી’ સર્ટીફીકેટમાં (એ ગ્રેડ, બી ગ્રેડ) બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર તેમજ ઔધોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, શિલ્પકલા ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે ખાનગી-સરકારી નોકરી/ સેવા દરમિયાન મેળવેલ સિદ્ધિ કે અન્ય ફિલ્ડમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમાજને ગૌરવ અપાવનાર ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવશે. ૧૪મો સ્કીલ એવોર્ડ સેરેમની-૨૦૧૮માં કુલ ૧૦૦ ક્ષત્રિય સ્કિલને સન્માનવામાં આવશે. જેઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું સ્કીલ બતાવ્યું છે અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ વર્ષના કાર્યક્રમમાં વિશેષ એ વીરોની શહાદતને ભવ્ય સ્મૃતિરૂપે એ શુરવીરોના પરીવારોને સન્માનિત કરવામાં આવશે. જેમાંના ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વીરગતિને વરેલા નાયબ સુબેદાર મહોબતસિંહજી અલીયાજી જાડેજા, ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શૌર્ય પરાક્રમથી માં-ભારતીને પ્રાણોનું સમર્પણ કરનાર વનરાજસિંહજી ઝાલા, કેપ્ટન કલ્યાણસિંહજી રાઠોડ તેમજ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજયમાં શહિદ થનાર અશોકસિંહજી જાડેજા જેવા સર્વ શહિદોની શહાદતને નમન કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઐતિહાસિક નામ અમર કરી શહિદ થનાર પી.એસ.આઈ એમ.ટી.રાણા (અમદાવાદ ખાતે કોમી હુલ્લડમાં ભંડેરી પોળના અનેક પરીવારને વીરતા પૂર્વક બચાવનાર)ની શહાદતને પણ વિશેષ સન્માનવામાં આવશે. આ અતિ ભવ્ય વિશિષ્ટ કાર્યક્રમમાં સર્વે ક્ષત્રિય સમાજ પરિવાર સહિત સમયસર પધારવા સંસ્થાન દ્વારા ભાવભયુર્ં નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાન પ્રમુખ ડો.યોગરાજસિંહ જી.જાડેજા (જાબીડા), ડો.દિગ્વીજયસિંહ બી.જાડેજા (મંજલ), ભુપેન્દ્રસિંહ એમ.વાઘેલા (બંધીયા), રાજેન્દ્રસિંહ જે.ઝાલા (રતનપર), હરપાલસિંહ કે.જાડેજા (માણેકવાડા), દિલીપસિંહ આર.ગોહિલ (પચ્છેગામ), કુલદિપસિંહ એન.રાઠોડ (ઈડર), બકુલસિંહ જી.જાડેજા (મોટી-વાવડી), ભરતસિંહ આર.રાણા (અડવાળ), પ્રવીણસિંહ એમ.જાડેજા (સમાઘોઘા), સત્યપાલસિંહ પી.જાડેજા (મોટી-વાવડી), ધર્મરાજસિંહ જે.વાઘેલા (છબાસર), ધર્મવીરસિંહ આર.જાડેજા (જીલરીયા), રાજેન્દ્રસિંહ આર.જાડેજા (પીપરડી), નરેન્દ્રસિંહ આર.રાણા (ભરાડા), યોગરાજસિંહ એમ.જાડેજા (વાવડી), સંજયસિંહજી રાણા (ભડવાણા), નરેન્દ્રસિંહ જે.જાડેજા (સણોસરા), નવલસિંહ એ.જાડેજા (ભાણવડ), અનિરૂઘ્ધસિંહ બી.રાણા (અચારડા), ઈન્દ્રજીતસિંહ એમ.જાડેજા (મોટી મેંગણી), ક્રિપાલસિંહ બી.રાણા (સદાદ), પૃથ્વીરાજસિંહ જી.જેઠવા (મોરાણા), શકિતસિંહ આર.વાઘેલા (ભાડેર), દિગ્વીજયસિંહ એન.વાઘેલા (ધીંગડા) અને રાજદીપસિંહ એલ.જાડેજા (વડાળી) સહિતના સર્વે કારોબારી સભ્ય જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.