સાળંગપુર બી.એ.પી. એસ. મંદિર હનુમાનજીના ધામમાં પૂ. વાડીના સંતોનો યોજાયો સંત-સંગમ

ગુજરાતભરમાંથી 33ર જેટલા સંતો-મહંતો રહ્યા ઉ5સ્થિત

અબતક, રાજકોટ

ધર્મરક્ષા દ્વારા સમાજ રક્ષા અને સમાજરક્ષા ધ્વારા રાષ્ટ્ર રક્ષા ના ધ્યેય પથ પર ચાલતા અને સમાજ જાગરણ નું કાર્ય કરતા પુ. સંતો ધ્વારા ગુરુ પરંપરાગત ધર્મનુ રક્ષણ થયુ છે. ત્યારે ભગવાન શ્રી સ્વામી નારાયણ મંદિર, (બી.એ.પી.એસ.) સાળંગપુર , હનુમાનજી ના ધામમાં પુ. વાડીના સંતોનો સંત-સંગમ થયો હતો. જેમાં  પુ.જ્ઞાનેશ્વર સ્વામીજી તથા પુ.અક્ષારવત્સલ સ્વામીજી ધ્વારા સહર્ષ સર્વેનુ સ્વાગત તથા ભેટ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યુ. શાબ્દિક સ્વાગત કરતા પુ.અક્ષરવત્સલ સ્વામીજીએ જણાવેલ કે સનાતન પરંપરાના આપણે સોૈવ એક સમાન વાહક છીએ. દરેક સ્થાનેથી ધર્મનો જયનાદ કરતા આપણે ” સબકે ન્યારે ભયે, પાની સબ મે એક ” છે. ભગવાન શ્રી સ્વામીનારાયણના હ્રદયમાં સોૈવનુ સ્થાન એક સમાન છે. ગુજરાત ભરમાંથી ર01 ગાદિ,આશ્રમ કે પુજા મંદિર ધરાવતા સ્થાનો માંથી સંતો મહંતોની 33ર સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.  કીશોરભાઈ મુંગલપરા (પ્રાંત કાર્યવાહ) વિષય પ્રસંગોઉચીત ભુમીકા રજુ કરી. ઉપસ્થિત સંતોમાં પુ.ગુલાબદાસ બાપુ ભીમસાહેબ ની જગ્યા (આમરણ) દ્વારા ” પદ્ધતિ નો વૈજ્ઞાનીક અભિગમ” ની સમજ આપેલ તથા મનુ પ્રસાદજી (વણકર સાધુ સમાજ ગુજરાત, પ્રમુખ) દ્વારા ” સંતોની પરંપરા જણાવેલ તથા શ્રી પંચાણભાઈ માતંગ ધર્મગુરુ(છસરા) ધ્વારા પુ.મામૈયદેવ ની વાણી તથા આગમ તથા મહેશ્વરી સમાજના ગુરુઓનો સમરસ મહીમા ” વિશે પ્રવચન આપેલ હતુ. તથા પુ.પ્રભુદાસબાપુ (કમીજળા) ” રાવત સમાજની સાધુ પરંપરા” તથા પુ.વિજયદાસબાપુ (કર્ણાવતી) ” અનુ.જાતી સંતોનુ યોગદાન ” તથા પુ. કલ્યાણદાસબાપુ (જેરામ સાહેબ જગ્યા,રામણકા) ધ્વારા ” વિદેશી આક્રમણ થી સાવધાન તથા સંત રક્ષકો” તથા પુ.હસમુખદાસ બાપુ(જ્ઞાન સાહેબની જગ્યા,બિલોદરા) અને પુ.કીરણદાસબાપુ એ ” વાલ્મીકી સાધુસંત અને રાષ્ટ્ર ભકતી અને પુ.શ્રધ્ધાનંદ સ્વામી ની જીવની ” ઉપર પ્રવચન આપેલ છે. પ.પુ.શંભુનાથબાપુ (સવગુણ પરંપરા સંત સવૈયાનાથ ની જગ્યા, ઝાંઝરકા) ધ્વારા વાડીના સંતો ની ભુમીકા તથા સાપ્રંત સમયમાં સાધુ સમાજનુ સગંઠન ધ્વારા કાર્ય યોજના થકી સમાજમાં ધાર્મિક જાગરણ માટે સંતો ને પ્રેરણા આપી હતી સાથે સાથે ભારત માતા પુુજન સાથે ધર્મકાર્ય દરેક સ્થાને રાષ્ટ્ર ભકિત પ્રગટ કરતા આગામી દિવસોમાં ધર્મરક્ષા કાર્યનો દિશા નિર્દેશ કરેલ. ધર્મજાગરણ સમન્વય- અખીલ ભારતીય પ્રમુખ  શરદરાવજી ઢોલે (મુબઈ) વિશેષ ઉપસ્થીત રહી તેમણે આ કાર્ય ને સક્રીયતાથી આગળ વધારવા અને હિંદુ સંગઠન દ્વારા પ્રમાણીકતા થી સમરસ હિંદુ સમાજ બાનાવવાના આ પગલાને વધાવ્યો હતો. આગળ જણાવતા કહયુ હતુ કે ” સહોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત” ના ઘોષ વાકયની દિશામાં સતતકાર્ય ચાલુ રહેશે.