Abtak Media Google News

બિગ બોસમાં સલમાન ખાન ઘરમાં જઈને પ્રતિયોગીઓની સાથે રહેશે

 હવે સલ્લુમિયા “પડોશીઓમાં ડોકિયું કરશે !!! જી હા, સલમાન ખાનનો રિયાલીટી શો બિગ બોસ…!! આવી રહ્યો છે ૧ લી ઓકટોબરથી સોની ટીવી પર બિગ બોસની નવી સીઝન શરૂ થશે. જેની થીમ આ વખતે જરા અનોખી છે. શો નો પ્રોમો શ‚ કરાયો છે. શોની થીમ એવી છે કે જુદા જુદા સેકટરના નામાંકીત લોકોને ૯૦ દિવસ માટે એક જ ઘરમાં સાથે રાખવામાં આવે છે. જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. શોનો હોસ્ટ સલમાન ખાન તેમને કેમેરા થકી મળે છે. પરંતુ આ વખતે વાત કરા જુદી છે તમે જોઈ શકશો સલમાન પણ પડોશી એટલે કે પ્રતિયોગીઓના ઘરમાં જઈને રોજે રોજ ડોકિયુ કરશે.

આ વાત વધુ મનોરંજક બની રહી છે  કેમકે સલમાન ખાન તેની હાજરીથી લોકોને આંજી દે છે તે વાત તો આખી દુનિયા જાણે છે. સલમાન ભાઈજાનનો ગુસ્સો પણ ભલ ભલાને થથરાવી દે છે. આ શોમાં લડાઈ ઝઘડા પ્રેમ ગમ ગુસ્સો બધુ જ ચાલે છે. આથી સલમાન ખાન પડોશીઓના ઘરમાં ડાકયું કરશે તો બેશક બમણું મનોરંજન લોકોને મળશે તેમાં બેમત નથી.

આગામી ૧લી ઓકટોબરથી બિગ બોસ સીઝન ૧૧ ટીવી પર જોઈ શકાશે. અમુક વર્ગનાં દર્શકોમાં આ શો ખૂબજ લોકપ્રિય છે કેમ કે તેમા ઘરમાં થતા હોય તેવા દ્રશ્યો રીઅલમાં ભજવાય છે. આ શોને અગાઉ સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી, અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન હોસ્ટ કરી ચૂકયા છે.

એકવાર તો સંજય દત્ત પણ સલમાન ખાન સાથે બિગ બોસ-૫ને હોસ્ટ કરવા પહોચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.