Abtak Media Google News

જય જય જય હનુમાન ગુસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાહીં…

આગામી એનીમેશન ફિલ્મ હનુમાન ધ દમદારમાં સલમાન બજરંગબલીનો અવાજ આપશે

બજરંગી ભાઈજાનમાં મુખ્ય રોલ નિભાવ્યા બાદ હવે બીંગ હ્યુમન સલમાન ખાન નવી એનીમેશન ફિલ્મ હનુમાન ધ દમદારમાં હનુમાનજીના કિરદારને અવાજ આપશે. હનુમાન જયંતીના અવસરે આગામી એનીમેશન ફિલ્મનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મમાં સલમાન ખાનનો અવાજ સાંભળવા મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આ ફિલ્મની સ્ટોરી અને ડિરેકશન રુચી નારાયણનું રહેશે અને આગામી ૧૯મી મે આસપાસ હનુમાનજી ઉપરની આ ફિલ્મ રીલીઝ ાય તેવી શકયતા છે. રુચીએ કહ્યું હતું કે, આ ફિલ્મની વાર્તા ભગવાન શ્રીરામને મળ્યા પહેલાના હનુમાનજીના જીવન પર આધારીત રહેશે જેમાં વિવિધ દ્રશ્યોને આવરી લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.