Abtak Media Google News

સલમાન ખાન પોતાના ભણીયા આહિલને કેટલો પ્રેમ કરે છે આ તો બઘા જાણે જ છે. સલમાન ખાન પોતાની કોઈ ફિલ્મના શૂટિંગમાં હોય અથવા કોઈ ઇવેન્ટમાં સલમાન પોતાના આ ભણીયા આઠે હમેશા જોવા મળે છે. શુક્રવારે સલમાન ખાને પોતાના આ ભણીયા સાથેનો એક વિડિયો શેર કર્યો હતો. જેમાં સલમાન નાના આહિલ સાથે મસ્તી કરતાં જોવા મળે છે. હાલ સલમાન પોતાની ફિલ્મ ટાઈગર જિંદા હૈ ના શુટિંગમાં વ્યસ્ત પોતાના પરિવાર સાથે લંડનમાં છે. સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનનો પુત્ર આહિલ આ વિડિયોમાં ડાયનીગ ટેબલ પર બેઠો છે. તે સલમાન ખાન ને એક કોડિયો ખવડાવા માટે પોતાનો હાથ લંબાવે છે અને જ્યારે સલમાન એ કોડિયો ખાવા માટે મોઢું ખોલે છે ત્યારે જ આહિલ એ કોડિયો પોતાના મોઢામાં મૂકી દે છે. પોતાના નાના ભાણિયાની આ શરારત પર સલમાન હસીને લોટપોટ થઈ જાય છે.

With Ahil in London over breakfast .

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાને આ વિડિયો શેર કરતાં પોતાના કેપશનમાં લખ્યું કે “આહિલ સાથે લંડનમાં બ્રેકફાસ્ટ”. આ પહેલી વાર નથી થયું સલમાન હમેશા પોતાનો અને આહિલનો વિડિયો શેર કરતો રહે છે. આ પેહલા સલમાન ખાને એક વિડિયો શેર કર્યો હતો જેમાં સલમાન આહિલ સાથે બોક્સિંગ કરતાં અને પછી હારતા નજર આવ્યા હતા.

❤️ @beingsalmankhan

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.