Abtak Media Google News

રાજકોટની પ્રતિષ્ઠિત અને મોબાઈલ ક્ષેત્રની ક્રાંતિકારી પેઢી ‘એક્રોસ પોલીમર્સ પ્રા.લી’ના આંગણે સાઉથ કોરીયાથી સેમસંગ ઈન્ડિયા ઈલેકટ્રોનિકસ પ્રા.લી.નાં વાઈસ પ્રેસિડન્ટ બ્રેઈન કોમ સર તથા પ્રોડકટ હેડ ચંગમન લી તથા સેમસંગ કંપનીના નેશનલ ડિસ્ટ્રીબ્યુટર્સ ગોવિંદભાઈ ઉતમચંદાણી (મોબાઈલ ગુરૂ) રાજકોટ મોબાઈલ માર્કેટમાં ઉત્સાહની લાગણી સાથે વિવિધ ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ વગેરેની મુલાકાત લીધી હતી.

વિશેષમાં સેમસંગ મોબાઈલ કંપનીનું ૨૦૧૮નાં વર્ષનું આયોજન, નવા મોડેલસની હારમાળા તથા બીસનેસ સ્ટ્રેટેજી સર્વોતમ અને સર્વોચ્ચ તબકકે જાળવી રાખવા માટે અપીલ કરેલ છે. જે દરેકે સહર્ષ સ્વિકારી સમર્થન પુરુ પાડેલ. ઉપરાંત કંપની કે જેને ૨૦૧૭ના વર્ષમાં મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડનો એવોર્ડ મેળવેલ છે તેનો જસ સર્વને આપી ટીમવર્કનું ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ હતું.

અંતમાં બધા જ સેમસંગ મોબાઈલ યુઝર્સ, ડીલર્સ, સ્ટાફ વગેરેનો સાથ-સહયોગ હંમેશ માટે મળતો રહે તેવી લાગણી અને શુભેચ્છા વ્યકત કરી સર્વોનો આભાર માનેલ હતો અને મોબાઈલ માર્કેટમાં માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હરખની હેલી છવાયેલ ગયેલ !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.