Abtak Media Google News

બાપુ દ્વારા રાશનકીટ, મેડિકલ સામાન, ઘર-વપરાશની વસ્તુઓની એક હજાર કીટ તૈયાર કરી મોકલાવાઇ

મણીપુરમાં ઘણા સમયથી આગજની હત્યાઓ થઇ રહેલ છે. ત્યાંના લોકોને જીવવાનું કઠીન થઇ ગયું છે. તેવા કપરા સમયમાં ગુજરાત સૌરાષ્ટ્રના શંભુપંચ અગ્ની અખાડાના સભાપતિ મુક્તાનંદજી બાપુ દ્વારા ત્યાંના રિલીફ કેમ્પમાં હજ્જારો આશ્રિતોને સરકાર દ્વારા આવા આશ્રીત લોકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ જે મર્યાદિત રહે છે.  પૂ.બાપુ દ્વારા રાશનકિટ, મેડીકલ સામાન, ઘરવપરાશની વસ્તુઓ જેવી 1000 કિટની વ્યવસ્થા કરીને અસરગ્રસ્ત લોકો જે રીલીફ કેમ્પમાં રહે છે. તેને પહોંચાડવાની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવેલ છે. અસરગ્રસ્ત લોકોનું જીવન પૂર્વરત થાય અને ભૂખ્યાને અન્ન મળે તેવી ઉમદા કાર્ય કરેલ છે.

મણીપુરની સરકારે પણ ગુજરાત અને આવા માનવતા વાદી સંતોનો આભાર વ્યક્ત કરેલ છે. પૂ.બાપુ આવા તો અનેક સેવાકાર્યો કરેલ છે. ઉત્તર-કચ્છમાં ભુકંપ, નેપાલમાં ભૂકંપ, ગુજરાતમાં ગીરના નેસડાઓમાં વસતા માલધારીઓની વહારે બાપુ સેવાના ભેખધારી સંત હર હંમેશ અગ્રેસર રહીને સેવા કાર્યો કરે છે. સન્યાસી બની સંસારીની સેવા કરે તેવા સંત મુક્તાનંદજી બાપુ ચારે બાજુથી બાપુને ભારત-ગુજરાતના નાગરિકો શુભેચ્છાઓ પાઠવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.