Abtak Media Google News

પર્યુષણ બાદ વર્ષમાં એકવાર નગરચર્યાએ નીકળતો દાદાનો રથ આકર્ષણનું કેન્દ્ર: ૧૪૧ વર્ષ જૂના રથને સમય જતા ૩૨ વર્ષ પૂર્વે ફરીથી નવા રંગ‚પ સાથે સુસજ્જ કરાયો: ૪ મહિના પૂર્વે ૯૦૦ ગ્રામ સોનાના વરખથી અદ્ભૂત નકશીકામ કરેલા રથમાં બીરાજી સુપાર્શ્ર્વનાથ દાદા રવિવારે રાજકોટના રાજમાર્ગો ઉપર નગરચર્યાએ નીકળશે

સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રંગીલુ રાજકોટ શહેર આ રંગીલા રાજકોટ શહેરમાં વિશ્ર્વ સુપ્રસિધ્ધ સોની બજારના માંડવી ચોકમાં સુપાશ્ર્વદાદાનું ઐતિહાસિક દેરાસર આવેલું છે જે યાત્રાળુઓ માટે એક તિર્થ સ્થળ બની ચૂકયું છે.

Advertisement

દેરાસરની સ્થાપના ૧૯૧ વર્ષ પૂર્વે થઈ હતી. આ દેરાસરની અનેક વિશેષતાઓ અને ઐતિહાસિક વાતો જોડાયેલી છે. કહેવાય છે કે, રાજકોટ સ્ટેટના મહારાણીને એક વખત સ્વપ્નમાં દિવ્યતેજની અનુભૂતિ થઈ હતી. ત્યારબાદ તેમની એક-બે દિવસ તબિયત નાદુરસ્ત થઈ. દિવ્યતેજની અનુભૂતિ બાદ શારિરીક સ્વસ્થ્ય થયા બાદ તેમને પોતાના ખજાનાના પટારામાંથી પૌરાણિક સુપાર્શ્ર્વદાદાની મૂર્તિ જે તે સમયના રાજકોટના મૂર્તિ પૂજકના વડાઓને અર્પણ કરી અને આ દેરાસરમાં આ સુર્પાશ્ર્વદાદાની વિધિવત શાસ્ત્રોકત પધ્ધતિથી સ્થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અદ્ભૂત દેરાસરમાં આદેશ્ર્વર દાદાની ૩૫૦૦ વર્ષ પૂર્વેની પૌરાણીક મૂર્તિ પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જે યાત્રાળુઓમાં નજરે અને‚ આર્કષણ જમાવે છે.

Dsc 0384આબુ મુકામે આવેલા અચલગઢના જીનાલયમાંથી આ અતિ પ્રાચિત પ્રતિમા રાજકોટ જૈન સંઘને ભેટ મળી હતી. ત્યારબાદ આ આદેશ્ર્વર દાદાની આ મૂર્તિને વધુ મનમોહક બનાવવા અને જાજરમાન બનાવવા અંદાજીત ૩૫૦ ગ્રામ સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે. આદેશ્ર્વરદાદાની આ મૂર્તિને સોના-ચાંદીથી મઢી હિરાથી જળહળતા મુગુટ સાથે સજ્જ કરાયા છે. આ મૂર્તિ એટલી જાજરમાન લાગે છે કે તેના પરથી એક પણ શ્રધ્ધાળુઓ નજર ચૂકવી ન શકે. આદેશ્ર્વર દાદાની મૂર્તિ રજવાડાનો સમયની યાદ અપાવે છે. દેરાસરમાં અમૂક દિવાલો પણ સોનાના વરખ અને ઉપરની તરફ સુંદર નકકાશી, ફૂલકારી અને કલમકારી કારીગરી શ્રધ્ધાળુઓ માટે વારંવાર આવવા માટે મોહક કરે છે.

આ ઐતિહાસિક દેરાસનરી વાત કરીએ તો અહીંયા ૧૪૧ વર્ષ જૂનો રથ પ્રસ્થાપિત છે. ૧૪૧ વર્ષ પહેલાં બનેલા આ રથમાં તે સમયે રથને ૧૪૫ કિલો સોનાના વરખથી મઢી ખૂબજ શાહી રીતે સુસજ્જ કરવામાં આવ્યો હતો તે સમયે રથમાં સિસમનું લાકડું વાપરવામાં આવ્યું હતું. અને રથના પૈડા પણ તે સમયે ચાંદીના હતા. જે તે સમયે કારીગરો પાસે કોઈ અતિ આધુનિક સુવિધા પ્રાપ્ત ન હતી. આ રથને તૈયાર કરવામાં અંદાજીત એક વર્ષ જેટલો સમય લાગ્યો હશે તેવું જાણકારોનું માનવું છે. સમય જતા આ રથને ૩૨ વર્ષ પૂર્વે ફરીથી નવા રંગરૂપમાં સુસજ્જ કરવા નિર્ણય કરવમાં આવ્યો. આ રથને ખાસ અમદાવાદ ૭ પંચાલ કારીગરો દ્વારા નવા રંગરૂપ સાથે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. તે સમયે આ ૭ પંચાલ કારીગરો પોતાની કારીગરી અને કલાકૃતિ માટે ખાસ પ્રચલિત હતાં.

રથ ફરીથી સુસજ્જ કરવા માટે ધીરે ધીરે અનેક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી. રથને નવોજ આકાર અને સુંદર નક્કાશી સાથે મઢવાની એક ડિઝાઈન નક્કી કરાઈ ત્યારબાદ તેમાં પહેલાનું જે સિસમનું લાકડુ રથ બનાવવામાં ઉપયોગમાં લેવાયું હતું તે જ સિસમના લાકડાનો પણ ઉપયોગ કરાયો. આ રથ મઢવામાં તે સમયે ઓછામાં ઓછું ૧૦ કિલો ચાંદીનો ઉપયોગ કરાયો. સુંદર નક્કાશી કારીગરી આબેહૂબ ભાતિગળ સંસ્કૃતિનું વર્ણન કરે છે. રથમાં ખાસ અંદરની બાજુએ સુથાકર્વ દાદાની મૂર્તિ બિરાજમાન થાય તેવું ખૂબજ સુંદર અને આકર્ષક સિંહસન બનાવવામાં આવ્યું છે તો તેની બિલકુલ પાછળની તરફ નગરચર્યાઓ નીકળતા રથમાં જે લાભાર્થી બેસવાના હોય તેનું સ્થાન પણ બનાવવામાં આવ્યું છે. જે પણ ખૂબજ આકર્ષણ જમાવે છે. આ શાહી સવારીમાં લાભાર્થી સાથે રથમાં બંને બાજુએ એક એક મહંત બેસી શકે તેવી ખાસ બેઠકની સુવિધા કરવામાં આવી છે. જે રથની આકારની સુંદરતામાં વધારો કરે છે. ૪ મહિના પૂર્વે જ આ રથમાં ૯૦૦ ગ્રામ જેટલું સોનાનું વરખ ચઢાવી તેમાં સુંદર નક્કાશી કરી ફરીથી રથને આકર્ષક બનાવાયો. રથમાં પરની તરફ જે ઘુમ્મટ દેખાય છે તે રથને વધુ આકર્ષક બનાવે છે. તેના ઘુમ્મટ પર પણ સોના-ચાંદીના વરખથી મઢી રથને સુંદર આકાર આપવામાં આવ્યો છે. ઘુમ્મટ ઉપર ધજા પણ રાખવામાં આવી છે. જે ધર્મના પ્રતિક સમી આ ધજા રથના આ સુંદર ઘુમ્મટ ઉપર શોભાયમાન છે.

રથને આગળ પાછળ અને ચારેબાજુએ જો નિહાળવામાં આવે તો અદ્ભૂત કારીગરી, કલાકૃતિ અને જીલુ કલમકારી નકશીકામ નજરે પડે છે. આ રથના આ રથ ખરેખર એટલો સુંદર, આકર્ષક અને મનમોહક છે જેને નિહાળવો તે પણ એક લ્હાવો છે.

આ શાહી રથને પર્યુષણ બાદ વર્ષમાં એકવાર નગરચર્યાની યાત્રાએ બહાર કાઢવામાં આવે છે જેમાં આગળની તરફ આ રથમાં બે બળદોને ભાતિગળ સંસ્કૃતિથી સુસજ્જ કરી જોડવામાં આવે છે. આ શાહી રથ સાથે અન્ય નાની મોટી વિકટોરીયા અને ૧૮ જેટલી બગીઓ જોડાય છે. આ રથયાત્રામાં શ્રધ્ધાળુઓ જયારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આ શાહીઠાઠ અને રજવાડુ જોઈ મન પ્રફુલ્લીત થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.