Abtak Media Google News

તબલાવાદક રામદાસ પલસુલે અને વાયોલીન વાદક કલા રામનાથની જુગલબંધીએ રંગ જમાવ્યો:આજે સિતારવાદન અને તબલાવાદનની રંગત

નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા તા.૯ સુધી સપ્તરંગી સપ્ત સંગીત ૨૦૨૦નું ભવ્ય આયોજન હેમૂગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સપ્ત સંગીત ૨૦૨૦ના પ્રારંભે વાયોલીન વાદન કલા રામનાથ સાથે તબલા વાદક રામદાસ પલસુલે દ્વારા તબલાવાદન કરી રાજકોટની રંગીલી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા અને બંનેએ શીતરાત્રીને સંગીતરાત્રીમાં પલટી હતી.

Advertisement

Img 8594

અબતક સાથેની વાતચીત દરમિયાન વાયોલીન વાદક વિદુષી કલા રામનાથએ જણાવ્યું હતુ કે અમે સાત પેઢીથી વાયોલીન વાદક છે હું પણ વાયોલીન વાદક છું હું નાની હતી ત્યારથી સંગીત શીખવાનું શરૂ કર્યું હતુ. અમારા ઘરમાં વાતાવરણ ખૂબજ સરસ હતુ તેથી મને થયું કે મારે સંગીતમાં આગળ વધવું છે વાતાવરણ ખૂબ જરૂરી છે. કોઈપણ બાળકને સંગીત શીખવું હોય તો એવું વાતાવરણ મળવું જરૂરી છે તો મને ઘરમાં એ વાતાવરણ ખૂબજ સારૂ મળ્યું હતુ તેથી હું સંગીત કરી રહી છું હું મેવાતી ધરાનાનું વાદન કરૂ. પહેલા ગ્વાલીયરમાં વગાડતી હતી હવે મેવાતી કરૂ છું હું જે વગાડુ છું તેને કયારેક કયારેક ગાયન કરીને જણાવું છું કે હું આ વગાડી રહી છું.

Vlcsnap 2020 01 04 11H11M58S491

મારી યાદગાર ક્ષણની વાત કરૂ તો મારામાં ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબએ કીડો લગાવ્યો હતો. હું મારા ફઈબા ડો.એન.રાજન જેવી રીતે વગાડું છું તો તેમને કહ્યું હતુ કે તું તારા ફઈબાની જેમ વગાડીશ તો કોઈ ઈમીટેશનને કોણ જોવા માંગશે ઓરીજનલ હોવું જોઈએ ઓરીજનલ કાંઈ કરો. ત્યારબાદ પાંચ છ વર્ષ બાદ મેં વિચાર્યું કે મને મારા ફઈબા જેવું નથી વગાડવું કાંઈક અલગ કરવું છે. ત્યારે પંડીત જશરાજજી પાસે ગઈ અને તેમની પાસેથી ગાયન શીખ્યું અને વાયોલીનમાં ઉતાર્યું પ્રોગ્રામ સારો કરવો હોય તો રીઆઝમાં રહેવું પડે રીઆઝમા રહેવું હોય તો રીઆઝ કરવું પડે. કેટલુ કરો છો તેમાં હું પહેલાનું કહ્યું તો પહેલા કોન્ટીટેટીવ રીઆઝ હતુ એક એકસસાઈઝ પલટા કરો તો તેને હુનર વખતે વગાડવું પરંતુ હવે મારે એટલું કરવાની જરૂરત નથી હોતી. મને અત્યારે વિચારવાની વધુ જરૂરત છે. ચોકકસપણે ટચમાં રહેવું જોઈએ સ્પીડ લાવવા માટે રીઆઝ કરવું જોઈએ. પરંતુ વધુ પડતું રાગો વિશે વિચારવું, કયા રાગને કેવી રીતે પેશ કરી શકું તેના વિસ્તાર કઈ રીતે કરી શકું શું નવું કરી શકું. આવા કવોલીટેટીવ રીઆઝ હોય છે. તો તેને વગાડીને જોવું છું.

આપણું જે સંગીત છે તે સૌથી જુનુ પુરાણુ છે દુનિયામાં સૌથી જુનું આપણુ શાસ્ત્રીય સંગીત છે. આજ સુધી કયારેય એવું નથી થયું કે બધા લોકો પોતાના સંગીતની તારીફ કરે છે. તેવું કાંઈ થયું નથી વચ્ચે વચ્ચે પર્સીયા, એબીયા, ચીનથી લોકો આવ્યા અને સંગીત બંધ કરાવ્યું.

જેમકે ઓરંગઝેબને આપણું સંગીત પસંદ ન હતું તો તેમને બંધ કરાવ્યું તો પણ આપણું સંગીત જીંદા છે. એવું ઘણી વખત થયું છે. સંગીત એ ભગવાનની દેન છે તે આજે પણ જીવતું છે અને હંમેશા રહેશે સમય અનુસાર તે થોડા ઘણા અંશે બદલતુ રહે છે અને ફોર ધ ટાઈમસ બની જાય છે.

અત્યાર બાળકોની વાત કરૂં તો થોડા ઘણા અંશે કરે છે. વાયોલીન આપણા ભારતમાં એટલું પ્રચલિત નથી. પરંતુ ધીમેધીમે શરૂઆત કરી રહ્યા છે. મને રાજકોટ આવી ખૂબજ ગમ્યું એ પહેલા હું દ્વારકાધીશના દર્શન કરવા આવી હતી ત્યારે રાજકોટ એરપોર્ટ આવી ત્યારે રાજકોટની એક દુકાનમાં સાડીની ખરીદી કરી હતી તેથી મને રાજકોટ પસંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.