Abtak Media Google News

બાલાજી હનુમાનજી મંદિર કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે  તા.4 શનિવારે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મંદિર પ્રશાસન દ્વારા કરાયું આયોજન.

રાજકોટની મધ્યમાં બિરાજતા  બાલાજી હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે . આગામી તા : 04-03-2023 શનિવારે બપોરે 03:30 થી 06:30 સુધી સરસ્વતી પૂજન તેમજ મહાપૂજાનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે બિરાજતા  બાલાજી હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય અને મનોબળ મજબૂત થાય તે માટે આગામી તા .04 માર્ચના રોજ સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કરાયું છે . જેમાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ નિ:શુલ્ક – વિનામુલ્યે જોડાઈ શકે છે .

વડતાલ  લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતિ આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી મહાન તપસ્વી વયોવૃધ્ધ સદગુરુ કોઠારી સ્વામી  હરિચરણદાસજીના અધ્યક્ષ પદે અને સાંખ્યયોગી  મંગળાબાની પાવન ઉપસ્થિતિમાં  બાલાજી મંદિરના કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામી તથા ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના કોઠારી  રાધારમણદાસજી સ્વામી તથા અન્ય સંતોની નિશ્રામાં  સરસ્વતી પૂજન અને મહાપૂજામાં જોડાશે. સાંજે 06.30 કલાક સુધી વિનામુલ્યે ચાલનારા આ જ્ઞાનયજ્ઞમાં રાજકોટના તમામ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ લાભ લઈ માતા સરસ્વતી અને બાલાજીદાદાના આશીર્વાદ મેળવવા વધુમાં વધુ સંખ્યામાં જોડાય તેવી કોઠારી  મુનિવત્સલદાસજી સ્વામી તથા નિખિલભાઈની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.