Abtak Media Google News

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા છાત્રાઓને સ્કોલરશીપ વિતરણનો સેવાયજ્ઞ ગઈકાલે કરવામાં આવ્યો હતો કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટી ખાતે આ સ્કોલરશીપ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મેયર તથા જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા પોતાના સીએસઆર ફંડ માંથી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી. ધોરણ 10 પાસ દીકરીઓને નફાના પાંચ ટકા રકમ દર વર્ષે અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ તકે ગઈકાલે આત્મીય યુનિવર્સિટી ખાતે ધોરણ 10 પાસ કરેલી ગ્રાન્ટેડ શાળાની તથા જરૂરિયાતમંદ 378 દીકરીઓને કુલ 32.50 લાખની સ્કોલરશીપ વિતરણ કરવામાં આવી હતી. છ હજાર,આઠ હજાર અને દસ હજાર એમ કુલ ત્રણ કેટેગરી આ સ્કોલરશીપની રાખવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ તથા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા ઉપસ્થિત રહ્યા હતા અને છાત્રાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સ્કોલરશીપ દીકરીઓના અભ્યાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે : મેયર ડો.પ્રદીપભાઈ ડવ

અબતક સાથેની વાતચીતમાં મેયર ડો.પ્રદીપભાઈ ડવ જણાવે છે કે,માલામાર દ્વારા ગ્રાન્ટેડ શાળાની તથા જરૂરિયાતમંદ દીકરીઓને આજે સ્કોલરશીપ વિતરણ કરવામાં આવી છે આપણે વાત કરતા હોઈએ છીએ કે દીકરી વહાલનો દરિયો તથા સશક્તિકરણ પરંતુ વાસ્તવિકતામાં દીકરી પગભર થાય તથા દીકરી શિક્ષિત બને તે હેતુથી 378 દીકરીઓને 32.50 લાખની સ્કોલરશીપ આપવામાં આવી છે જે તકે હું તેમનો ખૂબ આભાર માનું છું તથા આ દીકરીઓ ભવિષ્યમાં ખૂબ સારું કામ કરે અને ભારતને ઉચ્ચ સ્તરે લઈ જાય તેવી કામના કરું છું.

માલાબાર દ્વારા દર વર્ષે નફાની પાંચ ટકા રકમની સ્કોલરશીપ આપવામાં આવે છે : વિજયભાઈ

અબતક સાથેની વાતચીતમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ રાજકોટના વિજયભાઈ જણાવે છે કે, વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના નફાના પાંચ ટકા દાન કરીએ છીએ.જેમાં આ વર્ષે ધોરણ 10 પાસ કરેલી ગ્રાન્ટેડ શાળાની તથા જરૂરિયાતમંદ 378 દીકરીઓને 32.50 લાખની સ્કોલરશીપ આપવામાં આવી છે.સ્કોલરશીપ સિવાય પણ ઘણી જગ્યાએ માલાબાર મદદરૂપ થાય છે જેવી કે વુમન એમ્પાવરમેન્ટ તથા કોરોના કાળ દરમિયાન એક લાખ દર્દીઓને વિના મૂલ્ય વેક્સિન આપવામાં આવી હતી,ફૂડ કિટસ આપેલી છે.

શિક્ષણ જગત વતી હું કંપનીનો આભાર વ્યક્ત કરૂં છું : બી.એસ.કૈલા (જિલ્લા શિક્ષણ અધિકારી)

અબતક મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા જણાવે છે કે,આજે માલાબાર દ્વારા રાજકોટ જિલ્લાની સામાન્ય પરિવારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ વિતરણ કરવામાં આવી રહી છે કુલ 378 દીકરીઓને 32.50 લાખની સ્કોલરશીપ આપવામાં આવી છે જે છાત્રાઓને અભ્યાસમાં અને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થશે આ તકે કંપનીનો શિક્ષણ જગત વતી હું આભાર વ્યક્ત કરું છું અને તમામ દીકરીઓના માતા-પિતાને વિનંતી કરું છું કે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.