Abtak Media Google News

પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિંહારી વાજપેયીને શ્રધ્ધાંજલી પાઠવતું સરગમ પરિવાર

વાજપેયી સાથેના સરગમ ક્લબ અને ગુણવંતભાઈના સંભારણા નરાજકોટ નનરાજકારણનાં અજાતશત્રુ એવા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના દુ:ખદ નિધન બદલ સમગ્ર સરગમ પરિવારે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

Advertisement

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ એક શોક સંદેશામાં સરગમ ક્લબના વાજપેયી સાથેના સંભારણા દર્શાવ્યા છે.તેમણે  કહ્યું છે કે, રાજકોટની મુલાકાતે આવેલા વાજપેયી સરગમ ક્લબના બુક બેન્કના કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા હતા અને ઘણો સમય વિતાવ્યો હતો.

આ કાર્યક્રમમાં અટલબિહારી વાજપેયીએ સરગમ ક્લબની વિવિધ પ્રવૃતિઓ વિષે ગુણવંતભાઈ ડેલાવાળા પાસેથી માહિતી મેળવી હતી અને પ્રભાવિત પણ થયા હતા. નનગુણવંતભાઈએ જણાવ્યું છે કે, વાજપેયીએ આ કાર્યક્રમમાં ભાજપના શ્રેષ્ઠિ ચીમનભાઈ શુક્લ, પ્રવીણભાઈ મણિયાર,ડાહ્યાભાઈ ડેલાવાળા વગેરે સાથે પ્રીતિ ભોજન પણ લીધું હતું, આજે જયારે એ મહામાનવનું મહાપ્રયાણ થયું છે ત્યારે સરગમ પરિવાર આ જૂની યાદો વાગોળી રહ્યો છે. ગુણવંતભાઈએ કહ્યું છે કે, વાજપેયી અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા અને દેશ દુનિયામાં તેમની લોકપ્રિયતા હતી. આવી વિભૂતિના નિધનથી દેશને મોટી ખોટ પડી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.