Abtak Media Google News

ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણન વિદ્વાન માણસ હતા. બનારસમાં આવેલી વિશ્ર્વ વિખ્યાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ ખુબ જ્ઞાનિ માણસ હતા. તેઓ દર્શન શાસ્ત્રમાં નિષ્ણાંત હતા. તેઓએ ગાંધી, સરદાર, નહેરુની સાથે રહી આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. અંગ્રેજોની લાઠીઓ ખાધી હતી તેમ જ જેલની સજા પણ ભોગવી હતી.

ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણને શિક્ષક બનવું અને શિક્ષક તરીકે ઓળખાવું ખુબ ગમતું હતું. તેઓને પૂછવામાં આવેલ કે, ભારતનાં લોકો તમને કંઇ ઓળખથી યાદ રાખે તો તેઓએ કહ્યું ક, ભારતના લોકો મને ‘શિક્ષક’ તરીકે યાદ રાખે તેમ ઇચ્છું છું.

ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણને ભારતનો સર્વોચ્ચ ઇલ્કાબ ‘ભારત રત્ન’ આપવામાંઆવ્યો હતો. તેઓ શાસ્ત્રોમાં નિપૂર્ણ હતા. તેથી વિશ્ર્વ વિખ્યાત હાર્વડૈઅને ઓકક્ષફર્ડ જેવી યુનિવસિર્ટીઓ તેઓને વ્યાખ્યાન આપવા બોલાવતી હતી. વિઘાર્થીઓ તેઓને ખુબ પ્રિય હતા અને આ વિઘાર્થીને ભણાવવાએ અતિપ્રિય હતું.

આજે ડો. સર્વપલ્લવી રાધાકૃષ્ણની યાદમાં ગૌતમ સ્કુલ્સમાં બાળકો બધી જ કામગીરી કરશે. અને આ રીતે શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી શાળા કરી રહી છે. બાલ શિક્ષકો આજે શિક્ષક બની સર્વભાર સંભાળશે દર વર્ષ ગૌતમ સ્કુલમાં ભાવ અને શ્રઘ્ધાથી શિક્ષક દિન ની ઉજવણી થાય છે.

(સંકલન: દિલીપભાઈ પંચોલી-ગૌતમ સ્કૂલ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.