Abtak Media Google News
  • પ્રજા લક્ષી અભિગમ અને કરદાતાઓની સમસ્યાના સકારાત્મક ઉકેલ માટે સદા તત્પર રહેતા
  • રાજકોટમાં જીએસટી અપીલ કમિશનર તરીકેની ફરજ સેવા અને કોરોનાકાળમાં કરદાતાઓ માટે સતત માર્ગદર્શક બની ઓનલાઈન વેબીનારથી કુમાર સંતોષ ખરા અર્થમાં કરદાતાઓ માટે સંતોષનો પર્યાય બન્યા હતા
  • અબતક સાથે પારિવારિક ધરાબો ધરાવે છે કુમાર સંતોષ !!

અમદાવાદ ખાતે જીએસટી એન્ડ કસ્ટમસ કચેરીના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષનો આજે 3સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પ્રજાલક્ષી અભિગમ અને સકારાત્મક વલણ સાથે કરદાતાઓ માટે સતત માર્ગદર્શન માટે કાર્યરત રહેનાર અધિકારી તરીકે તમામ વર્ગમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા કુમાર સંતોષને આજે દીર્ઘાયુ અને સફળતાની શુભકામનાઓ ના વરસાદથી સૌ સ્નેહીજનો ભિંજવી રહ્યા છે.

કુમાર સંતોષ હાલ જીએસટી/ કસ્ટમ ગુજરાતની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે તેમનો રાજકોટ સાથે પણ ખૂબ જ સારો નાતો રહ્યો છે રાજકોટ જીએસટી અપીલ કમિશનર તરીકેના સેવા કાળ અને અબતક પરિવારના મોભી મેનેજિંગ એડિટર સતીશકુમાર મહેતા સાથે અંગત પારિવારિક ધરોબો ધરાવતા રેવન્યુ સર્વિસના અધિકારી તરીકે કુમાર સંતોષે અનેક મહત્વપૂર્ણ કામગીરીને અંજામ આપ્યો છે.

તેઓએ તેમની ફરજ દરમિયાન અને કોરોના કાળમાં જીએસટી માટે કરદાતાઓ ની સમસ્યાઓનો સતત ઉકેલ લાવવા માટે લોકડાઉન દરમિયાન પણ સતત પણે ઓનલાઈન વેબીનારો યોજી કરદાતાઓને સતત માર્ગદર્શક બનતા રહ્યા હતા.  કુમાર સંતોષના પ્રજાલક્ષી અભિગમ અને કરદાતાઓ સાથે સહકાર ભર્યા વલણના કારણે કરદાતાઓ માટે કુમાર સંતોષ ખરા અર્થમાં  “સંતોષ”નો પર્યાય બની રહ્યા છે.

કુમાર સંતોષ જાહેર સેવાના અધિકારી તરીકે પોતાની ફરજ અંગે એવો મત ધરાવે છે કે જાહેર સેવાના દરેક કર્મચારી /અધિકારી એ પોતાની ફરજની સાથે સાથે લોકોની સેવા અને અરજદારોના સંતોષ ને પોતાની ફરજ નિષ્ઠા સમજવી જોઈએ. સાથે સાથે તેઓ કર દાતાઓ પાસે એવી હિમાયતી અપેક્ષા રાખે છે કે આવક સામે કર ભરવું એ દરેક નાગરિકનો રાષ્ટ્ર ધર્મ છે. રાષ્ટ્રધર્મ માં જેટલી ઈમાનદારી અને ચોકસાઈ રાખો એ એટલી કુદરતની મદદ મળે જ. કર ભરનારાઓ ક્યારેય ખોટમાં નથી અને કરચોરી કરનાર ક્યારેય “ખાટતા” નથી કુમાર સંતોષના 59માં જન્મદિવસે અબતક  મેનેજિંગ એડિટર સતીશકુમાર મહેતા અને અબતક પરિવારે “શતમ જીવમ શરદમ”ના આશીર્વાદ આપી સમાજને રાષ્ટ્ર સેવામાં કુમાર સંતોષની સેવા દેશને વધુને વધુ ફળદાયી રહે તેવી શુભકામના પાઠવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.