Abtak Media Google News

પ.પુ.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ કરાવી રહ્યા છે કથાનું રસપાન: કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે

રાજકોટનાં ઉદયનગર-૧ ખાતે રેણુ-વેણુ-ધેનુ ત્રિદિવસીય કથા રસપાનનું આયોજન ધડુક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ.પુ.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાનું રસપાન કરવા બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. પ.પુ.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ યમુના શુદ્ધિકરણ અને મુકિતકરણ અભિયાન સાથે જોડાયેલા છે. તેઓનું ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માન કરાયું છે.

12 4

પ.પુ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચંપારણ્યધામ હવેલીમાં ઘણા બધા વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરે છે. હવેલી એટલે વૈષ્ણવ સમાજનું સંસ્કારધામ જયાંથી નવી પેઢીનો વિકાસ થાય તો હવેલી નવી બનાવવા માટે ઉદયનગર-૧માં પ્લોટ મળ્યો અને ૨૯ નવેમ્બરનાં રોજ ભુમીપૂજન અને ત્રિદિવસીય રેણુ, વેણુ અને ધેનુ કથા રસપાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રેણુ, વેણુ અને ધેનુ ભગવાનની આઘ્યદેવીક પત્નીઓ છે. ખાસ તો આ પહેલા દિવસની કથા રસપાનમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો.

13 1

વૈષ્ણવ સમાજનાં પરસોતમભાઈ ફળદુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે. આ કથા મુખ્ય ત્રણ વિષયો પર છે. રેણુ, વેણુ અને ધેનુ. રેણુ એટલે વ્રજની રજ, વેણુ એટલે ભગવાનની વાંસળી અને ધેનુ એટલે ગાય. રેણુનું મહત્વ એટલું છે કે વ્રજમાં ગયા બાદ રજમાં ન આળોટીએ તો યાત્રા પૂર્ણ થતી નથી. આ પ્રથમ દિવસીય કથાનું રસપાન પ.પુ.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ જોડાઈ કથાનું રસપાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.