Abtak Media Google News

બંને દેશોમાં લાગતી ડયુટીના પ્રશ્નો માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાની વારંવાર રજૂઆતનું સકારાત્મક  પરિણામ આવે તેવી સંભાવના

મોરબી સિરામીક ઉદ્યોગ માટે રાહતના  સમાચાર સામે આવ્યા.આરબ દેશોમાં લગાવવામાં આવેલ એન્ટી ડમ્પીંગ ને હટાવવાનો નિર્ણય લેવાના સંકેત મળી રહ્યા છે. સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કોમર્સ મીનીસ્ટર દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈ કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલ જીસીસીના 6 દેશોમાંથી ફકત બહેરીન અને  સાઉદી અરેબીયા આ બંને દેશોમાં જ ડયુટી લાગે છે. બંને દેશોમાં  લાગતી ડયુંટી માટે  સકારાત્મક  પરિણામ આવશે.

Advertisement

મોરબી સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશોમાં ટ્રાન્સપોર્ટ કરવા માટે અગાઉ એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગતી હતી. જે હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં જ લાગતી હોય જે દૂર કરવા મોરબી સીરામીક એસોસીએશન દ્વારા કોમસઁ મિનીસ્ટ્રીના અઘિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ તેઓ દ્વારા હકારાત્મક વલણ દાખવાયુ હતું.

મોરબી સીરામીક એસો.નાં જણાવ્યા અનુસાર, મોરબી સીરામીક ઉદ્યોગમાં જુન 2020 થી જીસીસીના 6(છ) દેશોમા એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગ જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો ફટકો પડતા જેના અનુસંધાને જીસીસીના એન્ટીડંમ્પીંગના પ્રશ્ર્નો માટે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્રારા કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજુઆતો કરવામાં આવી હતી. જેને લઇ કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલ જીસીસીના 6 દેશોમાથી ફક્ત બહેરીન અને સાઉદી અરેબીયા આ બન્ને દેશોમા જ ડ્યુટી લાગે છે.

ત્યારે આ બન્ને દેશોમા લાગતી ડ્યુટીના પ્રશ્ર્નો માટે કોમર્સ મિનીસ્ટ્રી દ્વારા સતત કરી રહેલ પ્રયત્નો માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમાં મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ વિજયભાઈ પટેલ, પ્રદીપભાઈ કાવઠીયા દ્વારા દિલ્હી ખાતે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલને તેમજ કોમર્સ મિનીસ્ટ્રીના અઘિકારીઓ સાથે મિટીંગ કરી જેમા તેઓના જણાવ્યા પ્રમાણે બન્ને દેશોમા લાગતી ડ્યુટી માટે સકારાત્મક પરિણામ આવશે. તેમ મોરબી સીરામીક એસોસિએશન દ્વારા જણાવવામા આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.