Abtak Media Google News

સૌરાષ્ટ્ર એ.પી.એમ.સી વેપારી એસોસિએશને 1 સપ્ટેમ્બરથી ખેડૂતોને રોકડને બદલે માત્ર ચેકથી જ ચૂકવણી કરવાનો નિર્ણય લીધો છે. રોકડ વ્યવહાર ઘટાડવાની દિશામાં આ પગલું છે પણ તેના માટે કોઇ નીતિ નિયમો કે જવાબદારી ન ઘડવામા આવતા ખેડૂતોને પરેશાની થશે.

Advertisement

ખેડૂતોને કોઇ તબક્કે મુશ્કેલી કે સંકટ આવે તો તે પોતાના ઘરે રાખેલી જણસ લઇ સીધો યાર્ડે પહોંચે છે. તે વેંચીને જે પૈસા આવે તેનો નાણાભીડ દૂર કરવા ઉપયોગ કરે છે. ચેક સિસ્ટમ ફરજિયાત બનવાથી કોઇ ખેડૂતને આવી રીતે તાત્કાલિક પૈસા મળતા બંધ થઇ જશે. જેના કારણે નાણાભીડ ઉપરાંત તણાવ નો પણ ભોગ બનશે. સરકારે ખેડૂત જ્યારે પાક વેંચે ત્યારે તે દિવસે જ તેને નાણા મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.