Abtak Media Google News

સૌરાષ્ટ્રની બેટીંગ ધરોહર અર્પિત વસાવડાએ સીઝનની ત્રીજી સદી ફટકારી

બીજી ઈનીંગમાં સૌરાષ્ટ્રનો સ્કોર ૨૧૪/૭: કુલ ૨૬૬ રનની લીડ

હાલ રાજકોટ ખાતે રણજી ટ્રોફિનો પ્રથમ સેમી ફાઈનલ મેચ રમાઈ રહ્યો છે. ત્યારે ચોથા દિવસે સૌરાષ્ટ્રની ટીમ ડ્રાઈવીંગ ઉપર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ૫૨ રનની લીડ સાથે બીજી ઈનીંગમાં બેટીંગ કરવા આવેલી સૌરાષ્ટ્રની ટીમે ૨૫૦થી વધુની લીડ મેળવી લીધેલી છે અને હાલ ટીમનો સ્કોર ૬ વિકેટે ૨૦૦ રનને પાર પહોંચી ગયો છે.

Advertisement

બેટીંગ પેરેડાઈઝ તરીકે ઓળખાતી ખંઢેરીની વિકેટે ઘણીખરી રીતે જાણે તેણે રંગ બદલ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની ટીમનું મજબૂત પાસુ બોલીંગનું છે. જ્યારે ગુજરાતની ટીમ માટે મજબૂત પાસુ તેની બેટીંગ છે. બીજી ઈનીંગમાં સૌરાષ્ટ્રના ઓપનર અને પહેલી ઈનીંગમાં સદી ફટકારનાર સેલ્ડન જેકશન ખુબજ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ ચેતન સાકરીયા અને અર્પિત વડાવડાની સુઝબુઝ ભરી રમતના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં આવી પહોંચી છે. હાલ ચીરાગ જાનીએ પણ તેની અર્ધસદી ફટકારી નોટ આઉટ રહ્યો છે. સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમી રહેલા અર્પિત વસાવડા અને ચિરાગ જાની બન્ને કુશળતાપૂર્વક ગુજરાતના બોલરોનો સામનો કરી રહ્યાં છે. ત્યારે અર્પિતે સદી ફટકારતા સીઝનની ત્રીજી સદી ફટકારી છે. જ્યારે ચિરાગ જાનીએ પણ અર્ધસદી ફટકારી છે. હાલ ગુજરાત તરફી બોલીંગમાં ચિંતન ગાજાએ ૫ વિકેટ ઝડપી છે. સીવાયના એક પણ બોલરો એક પણ વિકેટ લઈ શકયા ની. પરંતુ હાલની સ્થિતિ જોતા ચિત્ર સ્પષ્ટ થાય છે કે, સૌરાષ્ટ્રની ટીમ ૩૦૦ રન કરશે. હાલ સૌરાષ્ટ્રને ૨૬૬ રનની લીડ મળી ગયેલ છે. ત્યારે બાકી રહેતો એક દિવસમાં ગુજરાતની ટીમે જે પણ લક્ષ્ય આપવામાં આવે તેને હાંસલ કરવો પડે જો તેઓને જીત મેળવવી હોય. બીજી ઈનીંગમાં સૌરાષ્ટ્રની ટીમ ૧૫ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અર્પિત વસાવડા, ચેતન સાકરીયા, ચીરાગ જાની દ્વારા કરવામાં આવેલી બેટીંગની મદદી સૌરાષ્ટ્રની ટીમ જાણે મજબૂત સ્થિતિમાં અને ડ્રાઈવીંગ સીટ પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.