Abtak Media Google News

ગુજરાતમાં સૌપ્રથમવાર ગ્રાન્ટ ઈન એઈડ ધોરણે ડોકટર ઓફ ફાર્મસી ફાર્મ.ડી કોર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન ખાતે શru થવા જઈ રહ્યો છે. હાલમાં પ્રથમ વખત જ સૌરાષ્ટ્રમાં આ કોર્ષ ચાલુ થનાર હોય વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કોર્ષનું સારી રીતે માહિતી મળી શકે તે હેતુથી ફાર્મસી ભવન દ્વારા આજરોજ ફાર્મ.ડી કોર્ષની માહિતી આપતો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં માર્ગદર્શન આપવા માટે ફાર્મસી ક્ષેત્રના ખુબ જ જાણીતા અને અમદાવાદ ખાતે શરૂ થયેલા સ્વર્ણીમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ ડોકટર રાગીન શાહ આવ્યા હતા. આ સેમીનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં માર્ગદર્શન મેળવવા હાજર રહ્યા હતા.

Advertisement

Vlcsnap 2018 05 29 14H04M09S148 1સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના વડા ડો.મીહીર રાવલે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ફાર્મસી ભવન ખાતે શરૂઆતમાં ફકત એક વિષયમાં જ માસ્ટર ડિગ્રીનો કોર્ષ ચાલુ થયા બાદ રીસર્ચ ક્ષેત્રમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભવનમાં કુલ ૬ જેટલા માસ્ટરો ફાર્મસીના કોર્ષ ચાલુ થયા બાદ ૨૦૧૪માં બી.ફાર્મ અને મેનેજમેન્ટનો ઈન્ટીગ્રેટેડ કોર્ષ માસ્ટર ઓફ ફાર્મસી મેનેજમેન્ટ ચાલુ કર્યો. જેનો પ્રથમ વર્ગ આવતા માસે બહાર પાડવામાં આવશે અને તાજેતરમાં ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન અને ફાર્મ.ડી કોર્ષ મંજુર કર્યો છે.

Vlcsnap 2018 05 29 14H04M19S234

આ કોર્ષ જુન-૨૦૧૮થી યુનિવર્સિટીના ફાર્મસી ભવન ખાતે શરૂ થશે. આ કોર્ષ સમગ્ર રાજયનાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સેલ્ફ ફાયનાન્સ ધોરણે ચાલે છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રાન્ટ ઈન ધોરણે ફાર્મ.ડી. નો કોર્ષ સામાન્ય ફી સાથે કરી શકાશે. આ કોર્ષ ૬ વર્ષનો રહેશે અને આ કોર્ષમાં વિદ્યાર્થીઓએ પ્રથમ પાંચ સેમેસ્ટર થીયેરીકલ શિક્ષણ આપવામાં આવશે ત્યારબાદ છેલ્લા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ તેઓની ટ્રેનીંગ હોસ્પિટલમાં લેવાતી નથી હોય રાજકોટની સિવિલ હોસ્પિટલ સાથે રાજય સરકારની મંજુરી પણ યુનિવર્સિટી ભવનનું એમઓયુ થયું છે જેનો લાભ આવનારા ફાર્મ.ડી. વિદ્યાર્થીઓને મળશે.

Vlcsnap 2018 05 29 14H04M00S57

આજે યોજાયેલા ફાર્મ.ડી. કોર્ષના માર્ગદર્શન માટે બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓને ફાર્મ.ડી કોર્ષ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.