Abtak Media Google News

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્‍યત્‍વે તળાવ, ચેકડેમ-જળાશય ડીસીલ્‍ટીંગ, નહેરો-નદી, વન-ખેત તલાવડી ઉંડા ઉતારવા-સફાઇ, પાળાની મરામત, ભૂગર્ભ રિચાર્જના કામો ઉપરાંત નદીના પટમાં રહેલા ઝાડી-ઝાંખરાને દૂર કરવા તેમજ નદીના માર્ગની સફાઇનું કાર્ય પણ સાંકળી લેવામાં આવ્યા છે.

જળસંપત્તિ સચવાય રહે તે માટે રાજય સરકારે સમયનો સદ્પયોગ કરીને જળસંચયના કાર્યો માટેનો નિર્ણય કર્યો છે.  સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલી કામગીરીને સફળ બનાવવા માટે ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓનો સહયોગ સાંપડ્યો છે.

1 95અમરેલી જિલ્‍લામાં જળસંચયની પ્રવૃત્તિ માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્‍યારે મનેરગા યોજના તળે માનવશ્રમ થકી જળસંચય માટેના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં મનરેગા યોજના તળે કામ થતાં રોજગારીનું નિર્માણ થયું છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, તળાવો ઉંડા ઉતારવાની કામગીરીમાં ઉપલબ્‍ધ થયેલી ફળદ્રૂપ માટી રાજય સરકાર દ્વારા એકપણ પૈસાની રોયલ્ટી વિના ખેડૂતોને ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. ખેડૂતોના ખેતરમાં આ ફળદ્રુપ માટી પાથરવામાં આવી છે. આથી ખેતીની જમીન સમૃધ્‍ધ બનશે. ખેતીની જમીન ફળદ્રુપ બનતા ખેડૂત વધુ પાક ઉત્‍પાદન મેળવી શકશે.

3 60ચોમાસા પૂર્વે જ અભિયાન શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીને લીધે વરસાદના વહી જતા પાણી સંગ્રહ માટેના પ્રયાસો રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

જળ અભિયાન દરમિયાન થયેલી કામગીરીને કારણે ગુજરાત રાજયમાં પાણી સંગ્રહની ક્ષમતામાં ઉમેરો થવાનો છે. ચેકડેમ, તળાવ, જળાશયો ઉંડા થવાને કારણે વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકશે જેથી નાગરિકોની સગવડતામાં ઉમેરો થવાનો છે ત્‍યારે આપણે સૌ જાગૃત્ત બનીએ અને જળસંગ્રહ માટે પ્રયાસો હાથ ધરીએ. આ ઉપરાંત જરૂર ન હોય ત્‍યારે અમૂલ્‍ય પાણીનો વેડફાટ ન થાય તેની કાળજી રાખીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.