Abtak Media Google News

ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસની એડહોકની મિટીંગમાં લેવાયેલો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકેડેમીક વિભાગમાં ફિઝીકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટસની એડહોક બોર્ડ ઓફ સ્ટડીઝ મીટીંગ યોજાય હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે ડિપ્લોમાં ઈન યોગાના અભ્યાસક્રમને સિન્ડીકેટની મંજુરીની અપેક્ષાએ બહાલી આપવામાં આવી હતી. જેમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે.આ અંગે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ અભ્યાસક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફિઝીકલ એજયુકેશન ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલુ વર્ષમાં શ‚ કરવામાં આવશે. જેમાં યોગ માટેના પ્રેકટીકલ અભ્યાસક્રમ તથા થીયેરીટીકલ અભ્યાસક્રમોને આવરી લેવામાં આવશે.ભારત સરકારના તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્ર્વિક સ્તરે યોગ વિદ્યાના સ્વપ્નને સાકાર કરવા આ યોગનો અભ્યાસક્રમ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ‚પ પુરવાર થશે. આ ઉપરાંત આવનારા વર્ષથી યોગમાં ઉચ્ચ શિક્ષણ અંતર્ગત માસ્ટર ઓફ યોગાનો બે વર્ષનો પોસ્ટ ગ્રેજયુએટનો તથા ડિપ્લોમાં ઈન કોચીંગનો અભ્યાસક્રમ અમલમાં મુકવામાં આવશે.ફિઝીકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટની એડહોક મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝીકલ એજયુકેશનના ચાલતા અભ્યાસક્રમમાં સ્પોર્ટસ જર્નાલીઝમ વિષયને સ્પેશીયલાઈઝેશન સબજેકટ તરીકે ચાલુ વર્ષથી અમલમાં લેવા સિન્ડીકેટની મંજુરીની અપેક્ષાએ બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગમાં બહાલી આપવામાં આવી છે.સ્પોર્ટસ જર્નાલીઝમના વિષયમાં સ્પેશીયલાઈઝેશન કરવાથી ફિઝીકલ એજયુકેશનના વિદ્યાર્થીઓના વિવિધ રમત-ગમતની રાજયકક્ષાની તથા રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટસ જર્નાલીઝમ તરીકે સેવા આપવાનો મોકો મળશે. તેમજ સ્પોર્ટસ જર્નાલીઝમ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રિન્ટ મીડિયા તથા ઈલેકટ્રોનીક મીડિયા દ્વારા વિવિધ સ્પોર્ટસ ચેનલ તથા અખબારોમાં રાજયકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ રોજગારલક્ષી કારકિર્દી ઘડવામાં અને પ્રોફેશનલ કેરીયર ડેવલોપ કરવામાં ખુબ જ અગત્યનો અભ્યાસક્રમ બની રહેશે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ પહેલ બધા જ ખેલાડીઓ તથા ફિઝીકલ એજયુકેશનના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. ફિઝીકલ એજયુકેશનના બોર્ડ ઓફ સ્ટડીઝમાં લેવાયેલા આ બંનેના નિર્ણયોને સિન્ડીકેટની મંજુરીની અપેક્ષાએ બહાલી આપવામાં આવેલી છે. બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગના ચેરમેન તરીકે ડો.અર્જુનસિંહ રાણા તેમજ સભ્ય ડો.જયદિપસિંહ ચૌહાણ, પ્રોફેસર રાજેશભાઈ લાલકીયા, ડો.વિક્રમ વકાણી હાજર રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.