Abtak Media Google News
ન્યુ રાજકોટમાં શિતલ પાર્ક મેઇન રોડ પર ર100 વાર જમીન પર 42000 ફુટથી વધુનું બાંધકામ: સેલર ઉપરાંત ત્રણ માળ: વિશાળ ઓડિટોરિયમ, પ્રદેશ પ્રમુખ મહામંત્રીની ચેમ્બરો, પ્રદેશ-રાષ્ટ્રીય નેતાઓ માટે બે રૂમનું નિર્માણ

રાષ્ટ્ર સેવાના ઉમદા આશ્રય સાથે આઝાદીના ચાર વર્ષ બાદ 1951માં ભારતીય રાષ્ટ્રીય જન સંઘની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1952માં ગુજરાતમાં રાજકોટ ખાતે વાલજી નથવાણીના ડેલામાં ચિમનભાઇ શુકલ સહીતના ગણ્યા ગાંઠયા છ મહાનુભાવોની હાજરીમાં જન સંઘના બિજ રોપાયા જે 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થયું. ગુજરાતમાં ભાજપની સ્થાપના જયાં થઇ હતી. તે રાજકોટની ભૂમિ પર હવે સૌરાષ્ટ્ર ઝોનનું ‘કમલમ’ તૈયાર થઇ ગયું છે. વિધાનસભાની આગામી ચુંટણી પહેલા આ ભાજપ કાર્યાલયને ખુલ્લુ મુકી દેવામાં આવશે. હાલ મોટા ભાગની કામગીરી આખરી તબકકામાં છે. 90 દિવસમાં ‘કમલમ’ સેવા માઘ્યમ બની ધમધમતું થઇ જશે.

વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો સૂર્ય હાલ મઘ્યાહને તપી રહ્યો છે. બીજેપી માટે ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે. રાજકોટની ગણતરી સૌરાષ્ટ્રના પાટનગર તરીકે થાય છે. ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર માટે ચુંટણી લક્ષી કે સંગઠન લક્ષી બેઠકો રાજકોટ ખાતે યોજવામાં આવે છે. હાલ કરણપરા વિસ્તારમાં આવેલું  શહેર ભાજપ કાર્યાલય ખુબ જ સાંકડુ પડી રહ્યું છે. પક્ષનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે અને ભવિષ્યને ઘ્યાનમાં રાખી ન્યુ રાજકોટમાં શિતલ પાર્ક મેઇન રોડ પર આશરે ર100 વાર જમીન પર સૌરાષ્ટ્ર ઝોનનું ‘કમલમ’ નિર્માણ પામી રહ્યું છે. મોટાભાગની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે ત્રણ  મહિનામાં કાર્યાલય સઁપૂર્ણ પણે તૈયાર થઇ જશે. વિધાનસભાની ચુંટણી પૂર્વ આ કાર્યાલય લોક સેવા માટે ધમધમતું થઇ જશે.

આ અંગે ભાજપના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં શિતલ પાર્ક મેનઇ રોડ પર નવુ શહેર ભાજપ કાર્યાલયનું નિર્માણકાળ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ભૂમી પુજન કરવામાં આવ્યુ હતું. સેલર ઉપરાંત ત્રણ માળના આ કોર્પોરેટ ઓફીસને ટકકર મારે તેવા સૌરાષ્ટ્ર ઝોનના ‘કમલમ’ માં આશરે 14 કરોડ રૂપિયાના ખર્ચે 4ર હજાર ચોરસ ફુટથી વધુનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં સેલરમાં વાહન પાકીંગની વ્યવસ્થા રહેશે. જયારે ગ્રાઉન્ડ ફલોર પર સિસેપ્શન એરિયા, મીટીંગ હોજી કમ ભોજના લય, ફર્સ્ટ ફલોર પર શહેર ભાજપ પ્રમુખની ઓફીસ, કાર્યાલય મંત્રીની ઓફીસ, રેકોર્ડ રુમ, 125 વ્યકિતઓની કેપેસિટી ધરાવતો કોન્ફરન્સ રૂમ, મહામંત્રીઓની ચેમ્બર, વિવિધ મોરચાઓની ઓફીસ, ટાઇપીંગ ડિપાર્ટમેન્ટ, આઇ.ટી. અને સોશિયલ મીડિયા વોર રૂમ અને પેન્ટ્રીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જયારે બીજા માળે પ્રદેશ ભાજપ પ્રમુખની ઓફીસ, પ્રદેશ મહામંત્રીની ચેમ્બરો લાયબ્રેરી, 70 વ્યકિતઓ બેસી શકે તેવી ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ રૂમ, વિવિધ મોરચાની ઓફીસ અને હિસાબ વિભાગ રહેશે.આ ઉપરાંત પ્રદેશ પ્રભારી સહિતના કોઇ નીતાઓએ રાત્રી રોકાણ કરવું હોય તો ‘કમલમ’ ખાતે એટેચ ટોયલેટ બાથરૂમની સુવિધા ધરાવતા બે રૂમ પણ બનાવવામાં આવ્યા છે. જયારે ત્રીજા માળે પરપ વ્યકિતઓની કેપેસીટી ધરાવતું વિશાળ ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. જયાં ભાજપના વિવિધ કાર્યક્રમો યોજી શકાશે પ્રદેશ કારોબારી પણ યોજી શકાય. હાલ રાજકોટમાં નિર્માણ પામી રહેલા સૌરાષ્ટ્ર ઝોનમાં ‘કમલમ’ નું મોટાભાગનું નિર્માણ કામ પૂર્ણ થઇ ગયું છે. ટુંક સમયમાં આ સેવાલય ધમધમતું થઇ જશે.

કોર્પોરેટ ઓફિસને ઝાંખુ પાડે તેવું  છે ‘કમલમ’

જાયન્ટ કંપનીઓની આલીશાન કોર્પોરેટ ઓફીસને પણ ઝાંખુ પાડી તેવું સૌરાષ્ટ્ર ઝોનનું  ‘કમલમ’ બનશે. જેમાં સેલરની લઇ ત્રીજા માળ સુધીના બાંધકામમાં ઝીણવટ ભરી કાળજી લેવામાં આવી છે. કાર્યાલયના પ્રોજેકટ ઇન્ચાર્જ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ છે તેઓએ  ‘કમલમ’ના નિર્માણમાં જીવ રેડી દઇ કામ કર્યુ છે. નાનામાં નાની વળતો સવિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ભાજપની ભવિષ્યની જરુરીયાતને ઘ્યાનમાં રાખી કાર્યાલયનું નિર્માણ કરાયું છે.

નેતાઓના રાત્રી રોકાણ માટે બે રૂમ સાંસદ-ધારાસભ્યોની ઓફીસ નહીં !!

રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા સૌરાષ્ટ્ર ઝોનના ભાજપ કાર્યાલય અર્થાત  ‘કમલમ’માં પ્રદેશ પ્રભાર, રાષ્ટ્રીય નેતા કે સંગઠનના હોદેદારોએ જો રાત્રી રોકાણ કરવું હોય તો બીજા માળે એચેટ ટોયલેટ અને બાથરૂમની સુવિધા સાથે બે રૂમ બનાવવામાં આવ્યા છે. પરંતુ રાજકોટના ચાર ધારાસભ્યો અને બે સાંસદ, એક લોકસભા અને 1 રાજયસભા માટે ચેમ્બર બનાવવામાં આવી નથી. કરણપરા સ્થિત વર્તમાન કાર્યાલય ખાતે પણ સાંસદ કે ધારાસભ્ય માટે ચેમ્બર નથી તાજેતરમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ  કાર્યાલય ખાતે ચેમ્બરની માંગણી કરતા થોડો વિવાદ ઉભો થયો હતો. જો કે તેઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ચેમ્બરની ફાળવણી કરી દીધી છે. જો કે નવા  ‘કમલમ’ માં જનપ્રતિનિધિ માટે ચેમ્બરો બનાવવામાં આવી નથી જે ભવિષ્યમાં પક્ષ માટે મુશીબત ઉભી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.