Abtak Media Google News

એક એપ્રિલને બદલે નિયમ લાગુ પડયાની તારીખથી નોટિફિકેશનમાં ગણતરી કરવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.એ કરી હતી માંગ

TDS નિયમની તારીખમાં સરકાર અડગ રહેતા આજે વધુ એક મહત્વપૂર્ણ મીટીંગ

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો ટીડીએસ મુદે વિરોધ વ્યકત કરી રહ્યા છે. કાલથી એક કરોડના રોકડ વહીવટ પર જે ૨% ટીડીએસ કપાતનો નિર્ણય આવી રહ્યો છે. અને તેની સરકાર દ્વારા નોટિફિકેશનમાં ૧/૪ થી ગણતરી કરવામાં આવી રહી છે. તે મુદે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ને આજે ફરી એકવાર બંધમાં જોડાવા મુદે મીટીંગ બોલાવી છે. આજની આ મહત્વપૂર્ણ મીટીંગ દરમ્યાન સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો હડતાલ પર જવાની પુરી શકયતા સેવાઈ રહી છે. આજની મીટીંગમાં બંધ મુદે ફાઈનલ નિર્ણય આવવાનું સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

કેન્દ્રીય બજેટમાં ભારતને કેસલેસ કરવા માટે જે એક કરોડ ના રોકડ વહીવટ ઉપર ૨% મિંત ની સિસ્ટમ આવી રહી છે ત્યારે ઊંઝા સહિત ઉત્તર ગુજરાતના તમામ માર્કેટીંગ યાર્ડ આવતી પહેલી તારીખથી હડતાલ ઉપર જઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર એપીએમસી દ્વારા દરેક માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક વેપારીઓ ની એક મિટિંગ બોલાવી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર આપણી વાત ન સાંભળે  અથવા તો નોટિફિકેશન જાહેર કરવામાં ન આવે અને વેપારીઓ અને ખેડૂતોના હિત માટે યોગ્ય નિર્ણય ન લ્યે તો સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા ઊંઝા માર્કેટિંગ યાર્ડને ટેકો જાહેર કરશે.

સરકાર ૩૧ તારીખ સુધીમાં નોટિફિકેશન જાહેર કરે એવી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન માંગણી કરી રહ્યું છે જો સરકાર દ્વારા નોટિફિકેશનમાં ૧/૦૪ થી ગણતરી કરવામાં આવશે તો સૌરાષ્ટ્ર એપીએમસી ઊંઝા માર્કેટ યાર્ડ ને ટેકો જાહેર કરશે તેઓની માગણી છે કે જ્યારથી આ નિયમ લાગુ થઈ રહ્યો છે ત્યારથી જ ગણતરી કરવામાં આવે  જો આવી રીતના નહીં થાય તો સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ ૧ તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. સરકાર દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે તે નિયમને સૌરાષ્ટ્ર એપીએમસી દ્વારા આવકારવામાં આવ્યો છે પરંતુ તેમાં જે ક્ષતિઓ છે તેને નિવારવા માટે વેપારી આલમ દ્વારા સરકારને અમે નિવેદન કરી રહ્યા છીએ કે ખેડૂતો અને વેપારીઓના હિતમાં જે કરવું પડે તે સરકાર તજજ્ઞો સાથે મંત્રણા કરી અને આ નિયમને લાગુ કરે જો બની શકે તો ૧/૦૯ બદલે સરકાર નાણાકીય વર્ષ બદલે ત્યારે આ નિયમ લાગુ કરે ત્યાં સુધીમાં દરેક ખેડૂતો અને વેપારીઓને ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને આરટીજીએસ ની સગવડતા મળી રહે તે માટે વેપારીઓ દ્વારા ખેડૂતોને પણ સમજાવવામાં આવશે અને ખેડૂતો આ નિયમનું પાલન કરશે તો જ આ નિયમ લાગુ કરવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.