Abtak Media Google News

સુરત કોઈને કોઈ ઘટનાને લઈને ચર્ચામાં રહેતું હોય છે ત્યારે આજ રોજ દેહ વ્યાપારની ઘટના સામે આવી છે જ્યાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતા કુટનખાના પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા બોમ્બે માર્કેટ પાસે તાપ્તિ ગંગા માર્કેટમાં કુટણખાનું ચાલતું હતું આ ગોરખધંધાની પોલીસને બાતમી મળતા વરાછા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી. ત્યારે ફરી એક વખત બાતમીના આધારે દરોડા પડતા સ્પાની આડમાં રૂપ લલનાઓને ઝડપી પાડવામાં આવી છે.

સુરતની વરાછા પોલીસે સ્પામાં ચાલતા કુટનખાના પર દરોડા પાડયા બાદ દેહવ્યાપાર સાથે સંકળાયેલ 5 લલનાઓ પકડાઈ હતી. 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.