Abtak Media Google News

રાજય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય:શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનો જાહેરાત

રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત અંતર્ગત ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ શિક્ષણ-

પ્રવકતા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.  તેઓએ ઉમેયું હતું કે,  ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-10માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે.

ચાલુ શૈક્ષણિક સત્ર 2022-23 થી ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર 2023-24થી ધોરણ 9માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.