Abtak Media Google News

સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ… નાનું એવું મચ્છર આપણને કેટલું કનડગત કરતું હોય છે. ક્યારેક તો નાના પાટેકારનો આ ફિલ્મી ડાયલોગ ખરેખર યથાર્થ ઠરે છે. આપણી આસપાસ ઘણા બધા જીવજંતુઓ વસે છે તેમાંનું એક એટ્લે મચ્છર. માણસનું લોહી ચૂસવું એ જ મચ્છરનો એકમાત્ર ધ્યેય હોય છે કારણકે એ આ જ આધારે જ જીવિત રહે છે. પણ શું તમને ખબર છે મચ્છરો મણાસનું લોહી પીવે છે શું કામ ??
એવું માનવામાં આવે છે કે માત્ર માદા મચ્છર જ લોહી પીવે છે, નર મચ્છર લોહી પિતા નથી. ચાલો આપણે જાણીએ કે મચ્છર મનુષ્યનું લોહી કેમ પીવે છે :

વિશ્વભરમાં મચ્છરોની ઘણી બધી પ્રજાતિઓ છે. તેમાંના એડીસ એજીપ્ટી નામના મચ્છર છે. આ મચ્છરનાં કારણે જ જીકા વાયરસ ફેલાય છે. તેમજ આ મચ્છરોના કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું જોખમ વધે છે.

જર્સીની પ્રિંસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ મચ્છરોનો અભ્યાસ કર્યો અને એ તારણ કાઢ્યું કે બધી જાતોના મચ્છર મ્નુષ્યોનું લોહી પીતા નથી. સંશોધનકર્તા નોઆહ રોઝનાં જણાવ્યા મુજબ, પહેલા આફ્રિકાના કેટલાક સ્થળેથી એડીસ એજિપ્ટી મચ્છરના ઇંડા લીધાં અને પછી તેમાંથી મચ્છર નીકળવાની રાહ જોયા બાદ તેમના લોહી પીવાની રીત શું છે તે સમજવા માટે લેબમાં જ રહેલા માણસો અને અન્ય પ્રાણીઓ પર મચ્છરને છોડી દેવાયા. આ સમય દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે બધા મચ્છર લોહી પીતા નથી.

નોઆહ રોઝે કહ્યું કે આ સંશોધનથી સાબિત થયું છે કે જે પ્રદેશમાં ગરમી વધુ પડે છે ત્યાં પાણીની તંગી હોય છે. મચ્છરને પ્રજનન માટે પાણીની જરૂર પડે છે. પ્રજનનની આ જરૂરિયાતને પહોંચી વળવા મચ્છરો મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓનું લોહી પીવાનું શરૂ કરે છે. જ્યાં પાણી એકઠું થાય છે ત્યાં મચ્છરોને પ્રજનનમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થતી નથી પરંતુ જ્યાં તેઓ પાણીની અછત અનુભવવા લાગે છે, તેઓ મનુષ્ય અથવા અન્ય જીવોનું લોહી ચૂસવાનું શરૂ કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.