Abtak Media Google News

બેઠાડુ જીવન વ્યક્તિને ઓબેસિટી તરફ ધકેલે છે; જેને કારણે કોલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવા રોગો નાની ઉંમરે જ આવી જાય છે. વધુપડતું વજન હાડકાં અને સ્નાયુઓને પણ સીધી અસર પહોંચાડે છે. આજકાલ લોકોમાં ૫૦-૫૫ વર્ષની ઉંમરે જ ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ આવી જતો જોવા મળે છે એટલું જ નહીં, હાડકાંનું ડીજનરેશન જેને કહેવાય કે હાડકા ઘસાવાનું તો ખૂબ નાની ઉંમરે ચાલુ થઈ જાય છે. આજે ૨૫-૩૦ વર્ષના દરદીઓ હોય છે જેનાં હાડકા ઘસાવાનું હમણાંથી જ ચાલુ થઈ ગયું છે. આ બધી જ અસર પાછળનું કારણ વ્યક્તિનું બેઠાડુ જીવન છે.

Advertisement

જોકે એમાં એવું નથી કે સ્ત્રીઓ પર જ આ અસર હોય છે. બેઠાડુ જીવનની અસર પુરુષો પર પણ એટલી જ થાય છે. ઑફિસ-કલ્ચર, ઘરમાં પણ ટીવી સામે ગોઠવાયેલા રહેવાનું કલ્ચર, લાંબા ટ્રાવેલિંગમાં બેઠા રહેવાનું કલ્ચર, આપણું ઊભું કરેલું રિમોટ-કલ્ચર એટલે કે બેઠાં-બેઠાં જ દરેક વસ્તુ થઈ જવી જોઈએ એ દરેક સુવિધાથી ભરેલું કલ્ચર આજે આપણને નડી રહ્યું છે; કારણ કે એ આપના શરીરને નબળું બનાવી રહ્યું છે.

આપણું બેઠાડુ જીવન

Low Back Pain Aએક સમય હતો જ્યારે માણસને હાડકાં અને સ્નાયુઓનો પ્રોબ્લેમ ૫૦-૬૦ વર્ષ પછી જ આવતો અને એ મોટા ભાગે ઘૂંટણથી શરૂ થતો. આજે પણ જે લોકો એકદમ હેલ્ધી અને સ્વસ્થ જીવન જીવે છે તેમની સાથે એવું જ થાય છે. ઉંમરને કારણે તેમનાં હાડકાં ઘસાય ત્યારે પહેલો માર ઘૂંટણ પર આવે. પરંતુ આજકાલ મોટા ભાગના લોકોને હાડકાં નબળાં પડવાં અને સ્નાયુઓના દુખાવાની જે તકલીફ છે એ ખૂબ નાની ઉંમરથી એટલે કે ૨૦-૩૦ વર્ષની ઉંમરથી આવે છે અને એની શરૂઆત બેક એટલે કે પીઠ કે કમરથી થાય છે.

મોટા ભાગે એ તકલીફ પીઠની હોય છે. આ પાછળનું કારણ છે આજનું આપણું બેઠાડુ જીવન. આખા દિવસના ૨૪ કલાકમાંથી ૮ કલાક સૂવાના બાદ કરીએ અને જોઈએ તો લગભગ ૮-૧૦ કે કોઈ સંજોગોમાં ૧૨ કલાક આપણે બેઠાં-બેઠાં પસાર કરતા હોઈએ છીએ.

કરોડરજ્જુ પર અસર

Spinal Cord Injury Coverમાણસનું શરીર બેસવા માટે બન્યું જ નથી. માનવશરીરની જે કરોડરજ્જુ છે એના પર આપણે ચાલીએ કે સૂઈએ ત્યારે વધુ લોડ આવતો નથી, પરંતુ બેસીએ ત્યારે એના પર ખૂબ લોડ આવે છે. જેટલું વધુ બેસીએ એટલો લોડ વધુ આવે અને એટલે એ સ્નાયુઓ નબળા પડતા જાય છે. જેટલા એ નબળા પડે એટલો જલદી દુખાવો શરૂ થાય છે. આ દુખાવો પાછો સતત રહેતો નથી. એટલે લોકો એને અવગણે છે. ધીમે-ધીમે આ સ્નાયુઓનું ડીજનરેશન એટલે કે ઘસારો ચાલુ થાય છે, જે ધીમે-ધીમે હાડકાં અને નર્વ એટલે કે ત્યાંની નસોને અસર કરવા લાગે છે. આ આખી પ્રક્રિયા થતાં વર્ષો લાગે છે. પરંતુ અહીં સમજવા જેવું એ છે કે નસો પર અસર ચાલુ થાય ત્યારે વ્યક્તિને અસહ્ય દુખાવો રહે છે, હલનચલન પર અસર થાય છે અને પછી એનો ઇલાજ કઠિન બને છે.

અસર

Back Pain Crossfitજયારે બેઠાડુ જીવનને કારણે, પોર પ્રોબ્લેમને કારણે કે પછી પીઠના સ્નાયુઓ નબળા હોય એને કારણે બેકમાં પ્રોબ્લેમ શરૂ થાય ત્યારે કઈ રીતે અસર થાય છે. મોટા ભાગે લોકો કામ પર ગયા હોય અને રાત્રે ઘરે પાછા આવે ત્યારે તેમને આ પેઇન થતું હોય છે. ખાસ કરીને જ્યારે રિલેક્સ થવા માટે પલંગ પર આડા પડે ત્યારે તેમને આ પેઇન મહસૂસ થતું હોય છે, જે સવારે ઊઠે ત્યારે જતું રહ્યું હોય છે. પહેલાં આવું ક્યારેક થતું હોય, પછી એના પર ધ્યાન ન આપો એટલે એ વધે અને પછી દરરોજ આ પેઇન થવા લાગે છે. ધીમે-ધીમે દિવસ દરમ્યાન પણ આ પેઇન અનુભવાય છે. આમ આ પ્રકારનું પેઇન ક્રોનિક એટલે કે લાંબા ગાળાનું છે. મોટા ભાગે લોકો એને સહન કર્યા કરે છે. ધીમે-ધીમે એ વધતું જાય છે.

ઇલાજ

Bigstock Male Doctor Discussing Reports 84765227આ પ્રકારનો પીઠ કે કમરનો દુખાવો જ્યારે ચાલુ થાય ત્યારે જ ચેતી જવાની જરૂર હોય છે, પરંતુ મોટા ભાગે લોકો એને સહન કરીને ધીમે-ધીમે વધુ ગંભીર બનાવતા હોય છે. આ બાબતને સ્પષ્ટ કરતાં અહીં સમજવાની એ જરૂર છે કે આ પ્રકારની તકલીફ જે કારણોસર ઊભી થાય છે એ કારણોને ઠીક કરવાથી આ તકલીફથી બચી શકાય છે. બેકના આ પ્રકારના પ્રોબ્લેમમાં ૮૦-૯૦ ટકા કેસમાં ક્યારેય સર્જરીની જરૂર પડતી જ નથી. ફક્ત લાઇફ-સ્ટાઇલમાં જરૂરી બદલાવ, યોગ્ય ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટ, દરરોજ કરવી પડતી એક્સરસાઇઝ, પોષણયુક્ત ડાયટ અને સૂર્યપ્રકાશનું જરૂરી એક્સપોઝર જ પૂરતું છે. આ બધું જ જો શરૂઆતી સ્ટેજમાં કરવામાં આવે તો હાડકાંનો ઘસારો રોકી શકાય છે. સ્નાયુઓને સશક્ત કરી શકાય છે અને દરેક પ્રકારના બેકપેઇનને ઘણાં વર્ષો સુધી પાછળ ધકેલી શકાય છે. જે લોકો એમ કરતા નથી તેમને આગળ જતાં તકલીફ ગંભીર બને છે, નર્વ અને હાડકાં પર અસર થાય છે અને એને કારણે આ તકલીફનો ઇલાજ અઘરો બને છે. જરૂરી છે કે શરૂઆતમાં જ જાગીને વ્યક્તિ આ બાબતે ગંભીર બને.

(એ શક્ય જ નથી કે તમે તમારી ઑફિસ છોડી દો કે કામનો પ્રકાર બદલો. આવા સંજોગોમાં તમારે તમારા સ્નાયુઓને એટલા સશક્ત કરવા પડે કે એ તમારી આ લાઇફ-સ્ટાઇલમાં પણ તમને સાથ આપે અને પેઇન ઊભું ન કરે. આ માટે જરૂરી ખાસ એક્સરસાઇઝ ફિઝિયોથેરપિસ્ટ પાસેથી શીખી શકાય છે. આવતી કાલે ઑફિસમાં બેસીને કરાય એવી કુલ ૭ એક્સરસાઇઝ વિશે જાણીશું, જેના દ્વારા બેકને સશક્ત બનાવી શકાય અને કલાકો બેસવા છતાં બેકપેઇનને ટાળી શકાય.)

આટલું કરો

જો તમને બેકપેઇન શરૂ થઈ ગયું હોય તો એની પાછળનું કારણ જાણો. મોટા ભાગના બેકપેઇન પાછળનાં કારણોમાં લાઇફ-સ્ટાઇલ પ્રોબ્લેમ્સ જ વધુ હોય છે. જો ખબર પડી જાય કે તમારી લાઇફ-સ્ટાઇલ અને બેઠાડુ જીવનને કારણે જ તમને બેકપેઇન રહે છે તો આટલું કરો

વિટામિન ઉ હાડકાં અને સ્નાયુઓને સશક્ત બનાવવા માટે અત્યંત જરૂરી વિટામિન છે. આજકાલ આપણે સૂર્યપ્રકાશમાં કામ કરવાનું જ જાણે કે છોડી દીધું છે. ભારત જેવા દેશમાં જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ સરસ રીતે અવેલેબલ છે ત્યાં આપણા ૯૦ ટકા લોકોમાં વિટામિન ઉની ઊણપ છે, જે ખરેખર દુ:ખદ કહી શકાય. દરરોજ સવારે વીસ મિનિટ સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે અને સનસ્ક્રીનનો ઉપયોગ ટાળવો પણ એટલો જ જરૂરી છે, કારણ કે સારા દેખાવા કરતાં સશક્ત હોવું વધારે મહત્વનું છે.

ઘરમાં નાનાં-મોટાં કામ જાતે કરવાં. બે કલાકથી વધારે એક જગ્યાએ બેસવું નહીં. ઑફિસમાં પણ એક નાની લટાર મારી લેવી. પગ છુટ્ટા થશે તો પણ ફાયદો થશે. સવાર- સાંજ ચાલવા જઈ શકાય તો બેસ્ટ ગણાશે અને એક વ્યવસ્થિત રૂટીન જાળવવું

ફોન પર વાત ચાલતાં-ચાલતાં કરો, પાસેની જગ્યાઓએ ચાલીને જાઓ, ઘરની નાની-મોટી જરૂરિયાતની વસ્તુઓ જેમ કે શાક કે કરિયાણું તમે જ ઉપાડીને લાવો જો દાદર ચડી શકતા હો તો લિફ્ટનો ઉપયોગ ન જ કરો

સ્ટ્રેસને કારણે પણ બેકપેઇન થતું હોય છે. આ સ્ટ્રેસથી છુટકારો મેળવવો પણ એટલું જ જરૂરી છે. ફક્ત ફિઝિકલ નહીં, મેન્ટલ સ્ટ્રેસને કારણે પણ બેકપેઇન થતું હોય છે

યોગ, પ્રાણાયામ શારીરિક અને માનસિક હેલ્થ માટે ઘણા ઉપયોગી સાબિત થશે. ચાલવું અને સ્વિમિંગ કરવું આ બન્ને કસરતો સાવ સેફ છે, જેમાં ઇન્જરીની શક્યતા ઘણી ઓછી છે એટલે એ કરી શકાય. તમને ફાવે અને માફક આવે એવી કોઈ પણ એક્સરસાઇઝ દિવસની ૪૫ મિનિટ કરવી અત્યંત જરૂરી છે, જેને કારણે સ્નાયુઓ સશક્ત રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.