Abtak Media Google News

શું તમે ક્યારેય પાણીની અંદર મ્યુઝિયમની કલ્પના કરી છે. જો ના તો અમે તમને બતાવીશું એક એવું મ્યુઝિયમ જે પાણીની અંદર છે. આ મ્યુઝિયમનું નામ છે કેનકન અંડર વોટર મ્યુઝિયમ જે મેક્સિકોના કિવનટાના રો માં આવેલ છે. આ મ્યુઝિયમમાં મૂર્તિઓની સીરિઝ છે જેને જેસન ડીકેયર્સ ટેલરે બનાવી હતી. આ પ્રોજેક્ટની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી. તે સમયે લગભગ ૧૦૦ મૂર્તિઓ શેલો વોટર કેનકન નેશનલ મરીન પાર્કમાં રાખવામાં આવી હતી પરંતુ તોફાનના કારણે આ મૂર્તિઓને નુકસાન થયું હતું.

આ મૂર્તિઓનું નિર્માણ પીએચ-ન્યુટ્રલ મરીન કોંક્રિટથી કરવામાં આવ્યું છે. મૂર્તિઓને જોઈ એવું લાગી રહ્યું છે કે, તે હમણાં કંઇક બોલશે. આ મ્યુઝિયમમાં ૨૦૧૦ સુધી લગભગ ૪૦૦ મૂર્તિઓ રાખવાની તૈયારી કરવામાં આવી હતી. આ મ્યુઝિયમમાં બધી મૂર્તિઓનું વજન ૧૨૦ ટન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.