Abtak Media Google News

સની લિયોનએ તાજેતરમાં બોમ્બે ફેશન વીક માટે રેમ્પ વોક કર્યું હતું. સની લિયોન ટ્રેડીશનલ લૂકમાં વધારે ગોર્જીયસ લાગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, સની લિયોન થોડા સમય પહેલા માતા બની છે. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે મહારાષ્ટ્રના લાતૂરની બાળકી દત્તક લીધી છે. જેનું નામ નિશા કૌર વેબર રાખવામાં આવ્યું છે.બોલિવુડની બેબી ડોલ સની લિયોનના મનમાં ઘણા સમયથી માતા બનવાની ઈચ્છા હતી પરંતુ કામમાં વધારે વ્યસ્ત હોવાના કારણે સની લિયોન કોઈ નિર્ણય લઇ શકતી નહોતી. અંતે સની લિયોને એક બાળકી દત્તક લેવાનો નિર્ણય લીધો છે.ત્યારબાદ સની પ્રથમવાર ટ્રેડીશનલ લૂકમાં જોવા મળી છે. પતિ ડેનિયલ સાથે પોઝ આપ્યા હતા, અને રેમ્પ પર પોતાની અદાથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.