Abtak Media Google News

ફી નિયમનની નોંધણીમાં બાકી રહેલી સ્કૂલોની નોંધણી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબીની ખાનગીસ્કૂલોમાં ફી નિયમન મુદ્દે યુથ કોંગ્રેસે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા  હતા અને ફી નિયમનની નોંધણી માં બાકી હોય એવી સ્કૂલો તાકીદે નોંધણી માં બાકી હોય એવી સ્કૂલો તાકીદે નોંધણી ન કરાવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.મોરબી કોંગ્રેસની પાંખો જીલ્લા યોઉથ કોંગ્રેસ અને એન યુ એસ આઈ સહિતના એ મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોરબી ની ખાનગી સ્કૂલોમાં ફી નિર્ધારણ મનમાની અંગે શિક્ષણ મંત્રી અને સરકાર વિરોધી નારા લગાવવયા હતા.સરકારે ખાનગી સ્કૂલોમાં ફી નિર્ધારિત ફરજીયાત બનાવ્વ્યુ છે.ત્યારે મોરબી માં રહેલી ૧૨૩ માંથી ૧૬ ખાનગી સ્કૂલો એ ફી નિર્ધારણમાં રજિસ્ટ્રેશન કરવામાં દાદ આપતી નથી ત્યારે બાકીં રહેલી સ્કૂલો તાકીદે ફી નિયમન ના રજિસ્ટ્રેશન નહિ કરાવે અને ખાનગી સ્કૂલોમા સરકાર ના ફી નિયમન ના સ્લેબ મુજબ ગરીબ વિધાર્થીઓ ને પોસાય તેવી ફી લેવાની માંગણી કરી છે અન્યથા આ મુદ્દે ઉગ્ર આંદોલન ની ચીમકી આપવામાં આવી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.