Abtak Media Google News

સર્વસ્વ ગુમાવવાની સ્થિતિમાં પીડિત પરિવારોની જિલ્લા પંચાયતના પદાધિકારીઓને રજૂઆત

સેલવાસ.ખડોલીમાં સ્ટેટ હાઇવેનાં દાયરામાં આવતાં 3 ઘરોની નોંધણી નહી હોવાથી દુખી પીડિતો આજે પોતાની વેદના વ્યક્ત કરી હતી. ખડોલી કારભારી પાડામાં 3 ઘર એવા છે જે સ્ટેટ હાઇવેમાં જઈ રહ્યા છે. એ 3 ઘરોનાં લોકો  જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ દીપક પ્રધાન, જિલ્લા પંચાયત મેમ્બર અને વર્કસ કમેટીનાં ચેયરમૈન વિપુલ ભુસારા, એક્ઝિક્યુટિવ કમેટીનાં ચેયરમૈન દીપક પટેલને મળીને જણાવ્યું હતું કે અમારૂ ઘર હાઈવેમાં જઈ રહ્યા છે. પણ અમારા 3 પ્રભાવિત લોકોનું નામ જ લિસ્ટમાં નથી. જેથી અમારૂ ઘર તુટે તો અમને વળતર કેવી રીતે મળશે?

Advertisement

અમારૂ નામ લિસ્ટમાં કેમ નથી? પીડિતોની વાત સાંભળીને ઉપરોક્ત ત્રણેય જનપ્રતિનિધિઓ કહ્યું કે અમે કલેક્ટરશ્રીને મળીને તમારૂ નામ ઉક્ત સૂચીમાં નોંધાવાનું રજુઆત કરીશું. ઉલ્લેખનીય છે કે પીડીતો  ત્રણેય જનપ્રતિનિધિઓ સુધી આપણી વાત પહોંચાડી હતી.

ત્યારબાદ ત્રણેય જનપ્રતિનિધિઓ   કારભારી પાડા પહોંચી પીડિતોની વ્યથા સાંભળી હતી.   સેલવાસથી આવતા સ્ટેટ હાઇવેનાં  વિસ્તૃતીમાં ખડોલીનાં 50-60 ઘરો આવી રહ્યા છે. પ્રભાવિતોની લિસ્ટ અને વળતરની જાહેરાત થઈ ચુકી છે.પ્રભાવિતોની યાદીમાં સ્થાન નહીં પામવા વાળા 3 ઘરોનાં પીડિતે જમીનનાં બદલે જમીન અને ઉચિત વળતરની માગણી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.