Abtak Media Google News

રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલના થયેલા વિજયને પડકારતી બળવંતસિંહ રાજપુતે ગુજરાત હાઇકોર્ટમાં

કરેલી અપીલ પર રોક લગાવવાનો સુપ્રીમનો ઇન્કાર: અપીલની સુનાવણીનો સામનો કરવા જણાવ્યું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રાજયસભાની ચુંટણીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી રોકવા માટે અહેમદ પટેલે સુપ્રીમમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગઇકાલે આ અપીલની સુનાવણીમાં ગત વર્ષે યોજાયેલી રાજયસભાની ચુંટણીમાં તેમના થયેલા વિજયને પડકારતી ભાજપના બળવંતસિંહ રાજપુતે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલનું સુનાવણીનો સામનો કરવાનો હુકમ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે ર૬મી ઓકટોબર ૨૦૧૮ના રોજ બળવંતસિંહ રાજપુતે કરેલી અરજીના આરોપોમાં તથ્ય હોય તેની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી આ સુનાવણી રોકવા અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલને ગઇકાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને જસ્ટીસ એસ.કે. કૌલની ખંડપીઠુે હુકમ કર્યો હતો. કે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી થવા દો.

ગત વર્ષે યોજાયેલી રાજયસભાની ચુંટણીના મતદાન દરમ્યાન બે કોંગ્રેસી ધારાસભ્યોએ કરેલા મતદાનને ચુંટણે પંચે ગેરલાયક ઠેરવીને રદ કર્યા હતા. જેથી અહેમદ પટેલ રાજયસભાના સભ્ય તરીકે વિજયી જાહેર થયા હતા. ચુંટણી પંચના આ નિર્ણય સામે બળવંતસિંહ રાજપુતે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલને ચલાવવાનો હાઇકોર્ટે નિર્ણય કરતા તે સામે અહેમદ પટેલે સુપ્રીમમાં અપીલ કરી હતી. જે બાદ સુપ્રીમે આ તમામ પક્ષોને આ વિવાદને લગતા વધારાના દસ્તાવેજો રજુ કરવા જણાવ્યું હતું.

ગઇકાલે સુપ્રીમના સીજેઆઇ ગોગોઇની બેન્ચે એક હુકમમાં જણાવ્યું હતું કે આ વિવાદ સાથે જોડાયેલા તમામ પક્ષો અહીં ઉ૫સ્થિત છે માટે કોઇને નોટીસ આપવાની જરુર નથી. આ વિવાદની વધારે સુનાવણી ફેબ્રુઆરીમાં કરવાનું ઠરાવ્યું હતું. આ દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ બળવંતસિંહ રાજપુતની અપીલની સુનાવણી હાથ ધરી શકશે. અહેમદ પટેલને સુપ્રીમમાં ઝટકો મળતા ટુંક સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં આ એક અપીલની સુનાવણી આગળ વધે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.