Abtak Media Google News

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાથી સપ્તાહના આરંભે જ શેરબજાર ઉંધા-મો પટકાયું: નિફટીમાં પણ ૨૪૦ પોઈન્ટનો ઘટાડો: ડોલર સામે રૂપિયો ૨૭ પૈસા તૂટયો, ક્રુડ બેરલના ભાવમાં આસમાની ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાની દહેશતી આજે ભારત સહિત એશિયાઈ બજારોમાં મંદીની મોકાણ સર્જાઈ હતી. સપ્તાહના આરંભે જ મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો ઉંધામો પટકાયા હતા.

Advertisement

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ ૨૭ પૈસાનો તોતીંગ ઉછાળાના કારણે શેરબજારમાં મંદીને પ્રોત્સાહન મળ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેકસે આજે ઈન્ટ્રાડેમાં ૪૧૦૦૦ની તો નિફટીએ ૧૨૦૦૦ પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગત સપ્તાહે અમેરિકાએ કરેલી એર સ્ટ્રાઈકમાં ઈરાકના આર્મી ચીફનું મોત નિપજયા બાદ બન્ને દેશો વચ્ચેનો તનાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. યુદ્ધની દહેશત વચ્ચે એશિયાઈ શેરબજારોમાં મંદીની મોકાણ સર્જાવા પામી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે રૂપિયો પણ આજે ૭૨ ની પાર ઈ ગયો છે. જેના કારણે મંદી વધુ વિકરાળ બની રહી છે.

આજે ઉઘડતા સપ્તાહે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો રેડ ઝોનમાં ખુલ્યા હતા. એશિયન બજારોમાં મંદી અને વિશ્ર્વ પર ઝળુંબી રહેલું યુદ્ધના જોખમે મંદીમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેમ દિવસ દરમિયાન સતત બજારમાં મંદી ઘેરી બની હતી. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે ૪૧૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી અને ૪૦૬૧૩નો ઈન્ટ્રાડે લો બનાવ્યો હતો.

તો નિફટીએ પણ ૧૨૦૦૦ની સપાટી તોડતા ૧૧૯૭૪નો લો બનાવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાના કારણે દિવસ દરમિયાન સતત મંદીથી બજાર ઘેરાયેલું રહ્યું હતું. જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો વિશ્ર્વભરમાં ક્રુડની અછત સર્જાય તેવી દહેશત પણ ઉભી થવા પામી છે.

જેના કારણે આજે ક્રુડ બેરલમાં પણ આસમાની ઉછાળો જોવા મળ્યો હતો. ક્રુડ બેરલના ભાવ ૪૬૧૦ પહોંચી જવા પામ્યા હતા. અમેરિકા ડોલર સામે આજે ભારતીય રૂપિયો ૨૭ પૈસા વધુ નબળો પડ્યો હતો અને ફરી એકવખત ૭૨ને પાર ઈ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે રૂપિયો૨૬ પૈસાના ઘટાડા સો ૭૨.૦૬ પર ટ્રેડ કરી રહ્યો છે.

આજે મહામંદીમાં બજાજ ફાયનાન્સ, વેદાંતા, એસબીઆઈ, ઝી એન્ટરટેઈન, રિલાયન્સ, એસબીઆઈ, ઈન્ડિયા બુલ્સ, યશ બેંક, વોડાફોન સહિતના કંપનીના શેરના ભાવમાં કડાકા બોલી ગયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે ૩:૦૦ કલાકે સેન્સેકસ ૮૦૬ પોઈન્ટના કડાકા સો ૪૦૬૫૭ અને નિફટી ૨૪૦ પોઈન્ટના કડાકા સો ૧૧૯૮૬ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.