Abtak Media Google News

સાતેય શખ્સોની ઘટના સ્થળે લઇ જઇ પોલીસે આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું

લક્ષ્મીનગરમાં ૩૧ ડિસેમ્બરની રાતે મોબાઇલમાં થયેલી સામાન્ય બોલાચાલીના પ્રશ્ને સાતેક શખ્સોએ ધોકા અને પાઇપથી એક મહિલા સહિત ત્રણ પર હુમલો કરી રિક્ષા અને કારમાં તોડફોડ કરવાના ગુનામાં સંડોવાયેલા સાતેય શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળે લઇ જઇ સાતેય શખ્સોની આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવી શાન ઠેકાણે લાવી દીધી હતી.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીનગરમાં રહેતા કેશાભાઇ જીણાભાઇ ખારસીયાના પુત્ર અશોકને ૩૧ ડિસેમ્બરે રાતે મોબાઇલમાં વાતચીત દરમિયાન ઝઘડો થતા લાલો ભરવાડ પોતાના સાતેક જેટલા સાગરીતો સાથે પાઇપ અને ધોકા ઘસી આવી અશોક કયાં છે તેમ પૂછી કેશાભાઇ ખારસીયા, આશાબેન ઇશ્વરભાઇ અને જગપ્રસાદ બુધઇભાઇ શાહુ પર હુમલો કરી તેના ઘર પાસે પાર્ક કરેલી પાંચ થી છ જેટલી રિક્ષા અને એક કારમાં તોડફોડ કરી ધમકી દઇ સાતેય શખ્સો ભાગી ગયા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, રાહીદ શમા, અરૂણભાઇ ચાવડા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે શાસ્ત્રીનગરના સાગર સેલા બોડીયા, લાલજી ઉર્ફે લાલો ભવાન ધોળકીયા, રેલનગરના કરણ જગદીશ ભટ્ટી, વૈશાલીનગરના રવિ ખેંગાર બોડીયા, રૈયાધારના રાજુ નિલેશ કાપડી અને ગૌશાળા પાસેના હિતેન્દ્ર બાણીદાન જસાણી નામના શખ્સોને કોટેચા ચોક પાસેથી ઝડપી લીધા હતા. સાતેય શખ્સોને લક્ષ્મીનગરમાં લઇ જઇ આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.