Abtak Media Google News

ભાણવડના કબરકામાં જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને એક યુવાન પર સાત શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની તેમજ દ્વારકામાં ઉપર-નીચે રહેતા પાડોશીઓ વચ્ચે બારી તોડવાની બાબતે બોલાચાલી પછી એક પ્રૌઢને ધોકાવી નંખાયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામના દિલીપભાઈ માંડણભાઈ જોગલ નામના આહિર યુવાને કબરકા ગામમાં આવેલી એભાભાઈ નામના આસામીની જમીન ભાગમાં વાવવા માટે રાખી હતી તે બાબત કેટલાક વ્યક્તિઓને ખટકી હતી.

તે દરમ્યાન જોગરા ગામના રાજશી ભોજા બંધિયા, રાજુ ભીમા વસરા, અશ્વિન દેવાણંદ વસરા, ભીમા વસરા, મહેશ દેવાણંદ, સામત વસરા, રાજશી ભોજા સાથે દિલીપભાઈને માથાકૂટ પણ થઈ હતી તે બાબતનો ખાર રાખી ગઈકાલે સાંજે જ્યારે દિલીપભાઈ કબરકામાં કામ કરી રહ્યા હતા ત્યારે ઉપરોક્ત શખ્સો ધસી આવ્યા હતા. તેઓએ દિલીપભાઈને ગાળો ભાંડી મારવાની તજવીજ કરતા દિલીપભાઈ નાસી ગયા હતા. આથી આ શખ્સોએ શેઢા પાસે પડેલા એક મોટરસાયકલમાં તોડફોડ કરી હતી. આ બનાવની મોડીરાત્રે દિલીપભાઈએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકાની જલારામ સોસાયટીમાં રહેતા ત્રિકમભાઈ નાથાભાઈ પરમાર જે મકાનમાં વસવાટ કરે છે તેના નીચેના ભાગમાં પરસોત્તમ મુળજીભાઈ પરમાર નામના આસામી રહે છે તે દરમ્યાન ત્રિકમભાઈના મકાનમાં કોઈએ બારી તોડી નાખતા ગઈકાલે ત્રિકમભાઈએ બારી કોણે તોડી? તેમ પૂછતા પરસોત્તમ, તેના પત્ની હર્ષિદાબેન અને પરસોત્તમના ભાઈએ સળિયા વડે હુમલો કરી આ પ્રૌઢને માર માર્યાે હતો જેની પોલીસમાં રાવ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.