Abtak Media Google News

જેતપુર, સમઢીયાળા, પડધરી, ધોરાજી, જસદણ, સુપેડી, ગોંડલ અને ઉપલેટામાં દરોડા: રૂ.૨.૨૧ લાખનો મુદામાલ કબજે

રાજકોટ જિલ્લામાં પર્વમાં પોલીસે જુગટુ ખેલતા શખ્સો પર ઘોસ બોલાવી સાત સ્થળે દરોડા પાડયા જેમાં જેતપુર, પડધરી, જેતપુરના બોરડી સમઢીયાળા, ધોરાજી, જસદણ, સુપેડી અને ઉપલેટા ખાતે સ્થાનિક પોલીસે દરોડો પાડી ૪૪ શુકાનીઓની ધરપકડ કરી રૂ.૨.૨૧ લાખનો મુદામાલ કબજે કર્યો છે.લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા આપેલી સુચનાને પગલે જિલ્લાભરમાં સાત સ્થળે દરોડા પાડયા છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના દેસાઈવાડી પાસે જાહેરમાં જુગાર રમતા મહેશ હીરા વાઘેલા, ગોપાલ નંદલાલ સાકરીયા, દિવ્યેશ કાંતી સાકરીયા, સંદીપ નારણ ઝાલા અને વિમલ નારણ ઝાલા નામના શખ્સોની ધરપકડ કરી રૂ.૧૧,૩૨૦નો મુદામાલ કબજે કર્યો છે. પડધરીના મેમણ શેરીમાં જુગાર રમતા મંગા કલા વડેચા, પરેશ ઘેલા બાંભવા, મહેશ મનસુખ વડેચા, પ્રવિણ મગા વડેચા, જીતેશ મનસુખ વડેચા, ભરત ભગવાનજી પરમાર, કિશોર ગોકુલ વડેચા, મનીશ સવજી વડેચા, જીજ્ઞેશ પ્રેમજી વડેચા અને સવશી માવજી ડાભીની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ અને મોબાઈલ મળી રૂ.૨૫ હજારનો મુદામાલ કબજે કર્યો છે.

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે રહેતા હરેશ વલ્લવ પટેલની વાડીમાં જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક હરેશ વલ્લભ પટેલ, રાજેશ વલ્લભ પટેલ, હિતેષ મનસુખ સાવલીયા, ભરત છગન ઉઘાડ, અરવિંદ હેમત પટેલ, મનસુખ ગોરધન પટેલ, હરેશ વલ્લભ પટેલ, અવશ્વિન ચંદુ પટેલ અને ભુપત ગાડુ ઠુંમરની ધરપકડ કરી રૂ.૧૯૩૫૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે.

ધોરાજીના સુપેડી ગામે જાહેરમાં જુગાર રમતા જીજ્ઞેશ પરસોતમ પટેલ, રોશન નવિન ગોવાણી, મયુર પ્રવિણ કોરડીયા, સંજય નાનાલાલ પટેલ, ધર્મેશ પરસોતમ વિરમગામ, હિરેન પરસોતમ કાલરીયા, મહેશ દેવજી ગોવાણી અને વિવેક જીતેન્દ્ર ગોવાણીની ધરપકડ કરી રોકડ અને મોબાઈલ મળી રૂ.૧.૩૧ લાખનો મુદામાલ કબજે કર્યો છે. જસદણના આટકોટ રોડ પાસે જાહેરમાં જુગાર રમતા સતેન્દ્ર સુરજ રાજપુત, અરવિંદ સહદેવ, ધીરેન્દ્ર શિવમુરાત પરમાર, રોહિત ભુરા કોટાદ, જગદીશ બલરામ, નવલ કિરીટ રાડા અને યોગેન્દ્ર હરગોવિંદ તોમરની ધરપકડ કરી રૂ.૧૦,૨૩૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે.

ઉપલેટાના મોજીરા ગામે ગૌશાળા પાસે જુગાર રમતા કનુ ભીખા ભુવા, ભરત છગન પરમાર અને ભાવેશ રમા કનારાની ધરપકડ કરી રૂ.૧૨,૬૦૦નો મુદામાલ કબજે કર્યો છે. જયારે ઉપલેટાના પંચહાટડી ચોક પાસે વરલી ફિચરનો આંકડા પર જુગાર રમતો જાફર સતાર કટારીયાની ધરપકડ કરી રૂ.૧૧,૨૫૦નો મુદામાલ કબજે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.