Abtak Media Google News

ફોર્બ્સની ટોપ ૧૦૦ કમાઈ કરનારા કલાકારોની યાદીમાં શાહ‚ખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમાર સામેલ

મેગેઝિન ફોર્બ્સની ટોપ ૧૦૦ ધનાઢટ સેલેબ્રિટીઝની યાદીમાંક બોલીવૂડ સુપરસ્ટાર્સ શાહ‚ખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમારનું નામ સામેલ છે.

ફોર્બ્સની યાદીમાં શાહ‚ખ ખાન ૬૫માં ક્રમે, સલમાન ખાન ૭૧માં ક્રમે અને અક્ષયકુમારનું નામ ૮૦માં ક્રમે છે.

૧લી જૂન ૨૦૧૬થી ૩૧મી મે ૨૦૧૭ સુધી શાહ‚ખ ખાનની વાર્ષિક કમાણી ૩૮ મિલિયન અમેરિકા ડોલર એટલે કે ૨૪૫ કરોડ ‚પીયા છે.જયારે સલમાન ખાનની વાર્ષિક કમાણી ૩૭ મિલિયન ડોલર છે. અક્ષયકુમાર એક વર્ષમાં ૩૫.૫ મિલિયન ડોલર કમાયો છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શાહ‚ખ ખાનની છેલ્લે રજૂ થયેલી ફિલ્મ રઈશ હતી. તેના પાસે ઈમ્તિયાઝ અલિની ફિલ્મ જબ હેરી મેટ સેજલ અને આનંદ એલ રાયની એક અનટાઈટલ્ડ ફિલ્મ છે.

સલમાન ખાન પાસે ટયૂબલાઈટ, દબંગ-૩, રેમો ડી’સુઝાની એક અનટાઈટલ્ડ ફિલ્મ તેના બનેવી અતુલ અગ્નિહોથીની એક ફિલ્મ અને એક મરાઠી ફિલ્મ (ગેસ્ટ રોલ) છે.

જયારે અક્ષયકુમાર પાસે ટોયલેટ: એક પ્રેમ કથા, પત્ની ટિવન્કલ ખન્નાની પેડમેન જેવી ફિલ્મો છે. ફોર્બ્સની આ યાદીમાં મીસ્ટર પરફેકશનિસ્ટ આમીર ખાનનું નામ નથી તેનું આશ્ર્ચર્ય છે. કેમકે આમીરની ફિલ્મો અબજો ‚પીયાનો બિઝનેશ કરે છે. ફોર્બ્સની ટોપ ૧૦૦ પૈસાદાર કલાકારોની યાદીમાં નંબર વન કોણ છે? ૧૩૦ મિલિયન અમેરિકી ડોલરની વાર્ષિક કમાણી સાથે અમેરિકાનો રેપર પી. ડેડ્ડી આ યાદીમાં પ્રથમ ક્રમે છે. જયારે ૧૦૫ મિલિયન ડોલરની કમાણી કરનારી પોપ સિંગર બિયોન્સ બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રાઈટર જે.કે. રોલિંગછે. તેની વાર્ષિક કમાણી ૯૪ મિલિયન ડોલર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.