Abtak Media Google News

જયંત બોકસીનો રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશ કરાશે: ગુજરાતમાં એનસીપીને મજબુત કરવાનો વ્યુહ

રાજયમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાને એનસીપીનાં ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. ગુજરાતમાં એનસીપીને વધુ મજબુત બનાવવા માટે પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે કમરકસી છે. હાલ ગુજરાતનાં અધ્યક્ષ જયંત બોકસીનો રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો જોકે તેઓએ અલગ જ પાર્ટીની રચના કરી વિધાનસભાની ચુંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં તેઓને ધારી સફળતા મળી ન હતી. બાદમાં બાપુએ એનસીપીમાં જોડાઈ ગયા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એનસીપી ધીમે-ધીમે મજબુત થઈ રહ્યું છે અને વિધાનસભામાં બે ધારાસભ્ય પણ ધરાવે છે. આવામાં ગુજરાતમાં એનસીપીને વધુ મજબુત કરવા માટે પાર્ટી અધ્યક્ષ શરદ પવારે નવી જ વ્યુહરચના ઘડી છે જેનાં ભાગરૂપે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ગુજરાતનો હવાલો સોંપી દેવામાં આવશે અને હાલનાં પ્રદેશ અધ્યક્ષ જયંત બોકસીને રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે જોકે આ વાત હજી જો અને તો નાં સમીકરણો વચ્ચે રમી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.