Abtak Media Google News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારએ મંગળવારે કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને  પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે લોકોએ ગૌરવ લેવું જોઈએ કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા છતાં પણ તેઓ ગરીબોની સેવા ચાલુ રાખતા હતા.

શરદ પવારે ગાંધી પરિવારને  દેશને બરબાદ કરવાના  આરોપ લગાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. શરદ પવારે કહ્યું કે ગુજરાતમાં જ્યારે મોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી હતી ત્યારે તેમણે કશું કર્યું નહોતું. પૂર્વ કેન્દ્રીય પ્રધાને પોતાના સંબોધનમાં ગુજરાતના કોઇ ખાસ મુદ્દાની વાત કરી નહોતી પરંતુ 2002 ગુજરાત રમખાણને યાદ કર્યું હતું. 

એનસીપી નેતાએ સતારા જીલ્લાના એક કાર્યક્રમમાં બોલ્યા હતા.1999 માં, સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દાને ઉઠાવીને, શરદ પવારએ કોંગ્રેસથી અલગ થયા પછી એનસીપીની રચના કરી હતી. શરદ પવાર ત્યારબાદ પી.એ. સંગમા અને તારીક અનવર સાથે જોડાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.