Abtak Media Google News

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૦માં લેવાયેલ સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળહળતું પ્રાપ્ત કરેલ છે. બોર્ડનું પરિણામ ૭૬.૨૯% આવેલ છે જ્યારે શાળાનું પરિણામ ૯૪% આવેલ છે. જેમાં શાળામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પાંચમાં ક્રમે લુણાગરીયા કૃપાલી ૯૯.૯૫ પીઆર સાથે ઉતિર્ણ થઈ છે. તેમજ ચાવડા હેમાક્ષી સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમાં  ક્રમે ૯૯.૯૧ પીઆર સાથે ઉતિર્ણ થઈ છે. તો આ તકે શાળાના ચેરમેન સુમંતભાઈ પટેલ મે.ટ્રસ્ટી ભવ્યદિપસિંહ જેઠવા, ટ્રસ્ટી દિલીપભાઈ પાઠક અને ટ્રસ્ટી વલ્લભભાઈ ચોવટીયા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ શ્રેષ્ઠ પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.