Abtak Media Google News

સંતરા, લીંબુ: જામફળ અને ટમેટાનું સેવન કરવાથી ડાયાબીટીશના દર્દીઓને પાચનશકિત તે જ થાય છે અને રાહત રહે છે

તાજા અને મોસબી ફળ એક સ્વસ્થ તંદુરસ્તીનો હિસ્સો માનવામાં આવે છે આ મોસમી ફળો વિવિધ એન્ટીઓકસીડેંટ, વિટામીન અને પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીરના વિવિધ કાર્યોને પુરા કરે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પણ હંમેશા કોઇપણ દર્દીને દરેક પ્રકારનો આહાર લેવાની અને તેમાં પણ ફળને સામેલ કરવાની સલાહ આપે છે. પરંતુ જો તમે ડાયાબીટીના દર્દી છો તો તમને ફળની વાત આવતાની સાથે જ તમારી પ્લેટમાં જે કંઇપણ હોય તેમાં થોડું સાવધાન રહેવું પડશે જે ફળોમાં મોટી માત્રામાં સુગર હોય કે ગ્લાઇસેમિક ઇન્ડેકસ જેમ કે ચીકુ અને તરબુચ ડાયાબીટીસ માટે હાનીકારક માનવામાં આવે છે જયારે જામફળ, ટામેટા, જેવા ખાટા ફળમાં ઓછી માત્રામાં ખાંડનું પ્રમાણ હોય છે આ સાથે સંતરા પણ ડાયાબીટીસ ના દર્દીઓ માટે લાભકારક માનવામાં આવી રહ્યા છે.

અમેરિકન ડાયાબીટીશ એસોસીએશને ડાયાબીટસ માટેકેટલાક સાઇક્રસ ફળની સૂચિ તૈયાર કરી છે. એસોસિએશન અનુસાર સતરા જેવા ખાટા ફળ જેમ કે સંતરા, અંગુર અને લીંબુ, ફાઇબર વીટામીન-સી, ફોલેટ અને પોટેશિયમથી ભરપુર જે ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે. આ સાથે દરરોજ સંતરા ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે. સંતરામાં મોેટા પ્રમાણમાં ફાઇબર હોય છે. જે પાચન શકિતમાં વધારો કરે છે. સંતરા ખાવાથી શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઇ રહે છે અને બ્લડ સ્ટ્રીમ સ્ટ્રોગ થાય છે. આ ઉપરાંત કાચા સંતરાનો  ગ્લાઇસેનિક સૂચક આંક લગભગ ૪૦-૪૩ છે. ઇડેકસ રકત ગ્લુકોઝના સ્તરને પ્રભાવિત કરે છે. જેનાથી કાર્બોહાઇડ્રેડસ ની રેકીંગ થાય છે. પપ થી ઓછી ઉમરના વ્યકિતઓને  તકલીફ થતી હોય છે અને જો તેઓ  ડાયાબીટીસના દર્દી હોય તો તેમણે સંતરાનું સેવન કરવું હિતાવહ છે.

જો તમે ડાયાબીટીસના દર્દી છો અને તમે સંતરાનો ઉપયોગ  કરો છો તો તમારે એ પણ ઘ્યાનમાં લેવું જોઇએ કે સંતરાના પીસ કરીને ચાવીસને ખાવા તેનાો જયુસ પીવો નહીં. જયુસ પીવાથી ફાઇબર નાશ પામે છે અને બ્લડમાં સુગરનું પ્રમાણ વધી શકે છે. એક અભ્યાસ પ્રમાણે ખાટા ફળ જેમ કે સંતરા, લીંબુ ખાવાથી મહિલાઓમાં ડાયાબીટીસનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. પરંતુ ફળનો રસ પીવાથી તેમા બ્લડ સુગરનું પ્રમાણ હાનિકારક સાબિત થયું છે.

આમ ડાયાબીટીસના દર્દીઓ જો ફુટમાં સંતરાનો ઉપયોગ કરે તો ડાયાબીટીશનું લેવલ જળવાઇ રહે છે અને ઘણો ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.