Abtak Media Google News

ગુજરાત પોલીસ દળનો આ શ્ર્વાન સવારે મંદિર ખુલતા જ ભોળાનાથને વંદન કરીને જ ફરજનો પ્રારંભ કરે છે

ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા ભારત બાર જયોતિંલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા બેડામાં ગુજરાત ડોગ સ્કવોડ પોલીસ દળનો શ્ર્વાન ‘બાદલ’ મંદિર તથા યાત્રિકોની પવિત્ર શ્રાવણ માસમાં સુરક્ષા માટે જાગૃત સજજ રહે છે.

Advertisement

છ વર્ષનો આ જર્મન સેર્ફડ ડોગ સ્ફોટક વિસ્ફોટક પદાર્થોને સુંઘવાની શકિતને આધારે શોધી કાઢવામાં મહારથ ધરાવે છે.

જેવું સોમનાથ મંદિર ખુલે એટલે તુરત જ સુરેન્દ્રનગર જીલ્લાનો તાલીમ બઘ્ધ આ શ્ર્વાન પ્રથમ મંદિર પરિસરમાં જઇ સોમનાથ મંદિરના પ્રવેશ પગથીયા પાસે તેની તાલીમી સ્ટાઇલમાં મહાદેવને સેલ્યુટ વંદન કરી પછી તેને સોંપાયેલી ફરજનો પ્રારંભ કરે છે.ડોગ હેન્ડલર હેડ કોન્સ. સુરેન્દ્રનગર રણજીતસિંહ ઝાલાના સુપરવીઝનમાં મંદિર પરિસરમાં આવેલ બગીચાઓ, ડસ્ટબીનો અને અન્ય બાંધકામોના ખુણે ખુણે ફરી સુંધી વિશ્ર્વાસુ, વફાદાર ફરજ બજાવે છે. તેમજ શંકાસ્પદ યાત્રિ લાગે તો નજીક જઇ સુંઘે છે. અને આ ચેકીંગમાં એકસ્પોલોઝીવ પદાર્થ માલુમ પડે તો તે સતત પુંછડી  હલાવે અને તે સ્થળે બેસી જાય જેથી આગળના તપાસ કાર્યવાહી ડોગ હેન્ડલર કે પોલીસ આગળ ધપાવે.

ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી એક માસ પુરતુ રોટેશન મુજબ શ્ર્વાન પોલીસ વિભાગ સોમનાથ મંદિરે કાર્ય કરતું રહે છે.આ શ્ર્વાનને દર અઠવાડીયે પશુ ડોકટર દ્વારા મેડીકલ ચેકીંગ કરાય છે અને જેનું રજીસ્ટર પણ મેઇન્ટેન કરાય છે.બાદલ ડોગને તેમના ઉ૫રી અધિકારીઓને સેલ્યુટ ઓબીડીયન્સીની ધનિષ્ઠ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત વરસમાં વારંવાર વિસ્ફોટક પર્દાથ જમીનમાં દાટી કે દિવાલમાં રાખી તે શોધવાની મોકડ્રીલ કવાયત પણ કરવામાં આવે છે.

આ શ્ર્વાનને દરરોજ બે લીટર દૂધ અને ડોગને લગતા બિસ્કટ બે વખત ભોજનમાં અપાય છે. અને નવ દસ વરસ કામ કર્યા પછી તેને નિવૃત પણ કરાય છે. અન્ય પોલીસ જવાનોની જેમ તેને પેન્શન નથી મળતું પરંતુ નિવૃતિમાં ગુજરાત પોલીસ દળ તેના ખાવા સારવાર કરતું રહે છે. વડાપ્રધાન, મુખ્યમંત્રીની ગુજરાતની તમામ મુલાકાતો કાંકરીયા કાર્નીવલ ડોગ-શો સ્ટેચ્યુ ઓર્ટ યુનીટી બંદોબસ્તમાં બાદલ અને તેના હેન્ડલરએ શ્રેષ્ઠ કામગીરી બજાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.