Abtak Media Google News

વિદ્યાર્થી પોતે જાતે સો્ફ્ટવેરના ઉપયોગથી શીખી શકશે,

ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, મચ્છુન્દ્રી નદીને કેિનારે, દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને મારુતિ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અેસજીવીપી અમદાવાદની નુતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલયમાં હાલ ગુજરાતી માધ્યમમાં ધો.૧થી ૧૨ સુધીમાં ૧૨૦૦ ઉપરાંત કુમારો અને કન્યાઓ ભારતીય સંસ્કૃતિને અનુરુપ સંસ્કાર સાથે અાધુનિક શિક્ષણ લઇ રહ્યા છે.

પ્રવર્તમાન યુગ એ જ્ઞાનનો યુગ છે. હાલ ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ થઇ રહી છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ માટે શિક્ષણ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. વિદ્યાર્થીના કારકિર્દી માટે શિક્ષણ પાયારુપ પરિબળ છે. શિક્ષણને વ્યાપક અને રસપ્રદ બનાવવામાટે વર્તમાન ટેક્નોલોજીનો ઉપયોગ વિશેષ સહાયક બની શકે છે. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તેવા હેતુથી અહી દ્રોણેશ્વર ગુરુુકુલ વિદ્યાલયમાં ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી તેમજ શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીની સલાહ સૂચન તેેેમજ અમદાવાદના શિક્ષણવિદ ગોવિંદભાઇ પટેલના સંપૂર્ણ માર્ગદર્શન પ્રમાણે સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલ છે. ગોવિંદભાઇ પટેલ દ્વારા પ્રથમવાર ગુજરાતની સરકારી ધો.૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓમાં અા સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલ છે.

આ સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે “ગુરુજી ઓન લાઇન”દ્વારા આ સોફ્ટવેર શરુ કરવામાં આવે છે. આ સોફ્ટવેર દ્વારા ધો.૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સરળતાથી પાઠ શીખવી શકે છે. તેમજ વિદ્યાર્થી પોતે જાતે સો્ફ્ટવેરના ઉપયોગથી શીખી શકેછે. વિદ્યાર્થાઓ જાતે પ્રશ્નો કાઢી તેના ઉત્તરો મેળવી શકે છે પોતે જાતે પોતાની કસોટી કરી શકે છે.

શિક્ષકો બાળકોને વર્ગખંડમાં જેતે પાઠના એકમનું વાંચન, આકૃતિ, ફોટાગ્રાફી તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય દ્વારા કમ્પ્યુટરની મદદથી બતાવી શકશે. અા સોફ્ટવેર દ્વારા શિક્ષકો સરળતાથી બાળકોની કસોટી લઇ તરત જ પરિણામ આપી શકશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.