Abtak Media Google News

ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ નાની મોણપરીના ખેડૂતોના ખેતરમાં રૂબરૂ મુલાકાત લીધી

મગફળી અને કપાસમાં ફૂગ, મુંડા અને ઈયળોથી પાક સદંતર નિષ્ફળ

વિસાવદરમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ નાની મોણપરીનાં ખેડુતોના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી. મગફળી અને કપાસમાં ફૂગ, મૂંડા અને ઈયળોથી પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેથી ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

વિધાન સભાના ઉપદંડક અને હંમેશા ખેડૂતોના દુ:ખ દદેમાં ભાગ લેતા ધારાસભ્ય હષેદભાઈ રીબડીયા નાની મોણપરીના ખેડૂતોના ખેતરોમા રૂબરૂ જઈને નષ્ટ થયેલા પાકને જોઈને ભારે સંવેદનશીલ થઇ ગયા હતા.બેહાલ થયેલી ખેતી જેમાં મગફળી અને કપાસમાં ફૂગ, મુંડા અને ઈયળોથી પાક સદંતર નિષ્ફળ ગયેલ છે તે જોઈ ધારાસભ્ય ખૂબ જ દુ:ખી થયા હતા.

2 9

વિસાવદર પંથકમાં મૌસમના કુલ વરસાદ કરતા એકધારો બમણો વરસાદ પડવાથી તાલુકાના મોટા ભાગના ખેતરોમાં સતત પાણી ભરાય રહેવાથી પાકની નિષ્ફળતા સામે જગતનો તાત ચોધાર આંસુએ રડી રહયો છે એક તો કોરોનાની મહામારીને લીધે તાલુકાના પોતાના સંતાનો જે મોટા શહેરોમાં ઉધોગો કરતા તે ઉધોગો બંધ હોવાથી સમગ્ર કુંટુબનુ ગુજરાન ચલાવવા એક માત્ર ખેતી જ સહારો હોય એમાં પણ આ વખતે કુદરતે પોતાનો રંજ દેખાડી અને બેલગામ વરસાદના પાણીથી ખેડૂતોની માઠી દશા કરી દીધી છે જગતનો તાત આજે પાયમાલ થઇ ગયો છે એકબાજુ વિમા કંપનીઓ જગતના તાત સાથે છેતરપિંડી કરી અને બીજી બાજુ કુદરતનો કોપ, આ બંને બાજુએથી આવેલી આફત આજે વિસાવદર પંથકના ખેડૂતોને જીવતે જીવતા મૃતપાય બનવા માટે મજબૂર કરી દીધા છે .આ સમયે ખેડૂત ધારાસભ્યની અનેરી છાપ ધરાવતા  નાની મોણપરીના ખેડૂતો પાસે જઈને તેમના દુ:ખ દદેમાં સાથીદાર તરીકે ઉભા રહેવાનું વચન આપ્યુ છે અને સરકારશ્રીને આ કુદરતના પ્રકોપને લીધે ખેડૂતોમાંને જે આર્થિક સંકટ સામે સરકારશ્રી સહાય આપે તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.