Abtak Media Google News

ગોંડલના ઉમરાળા રોડ પર રામરાજ જીનિંગમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો આજે આઠમો દિવસ છે. આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આગમાં સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલી એક લાખ કરતા વધુ મગફળીની ગુણી બળીને ખાખ થઇ ગઇ છે. જેના કારણે 28 કરોડની મગફળી બળીને ખાખ થઇ ગઇ છે. આ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. આજે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વેલ્ડિંગથી આગ લાગી છે. આથી ગોડાઉન માલિક સહિત વેલ્ડિંગ કરનારા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

છ લોકોની બેદરકારી સામે આવી

દીપાંકરે વધુમાં જણાવ્યું હતું કે, મગફળીના ગોડાઉનમાં પતરા સાંધવાના હોય પતરા કાપતા હતા ત્યારે તણખાથી આગ લાગી હતી. આગ લગાડી નથી લાગી છે. 6 લોકોની બેદરકારી સામે આવી હોવાથી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. વેલ્ડિંગ માટે બાજુની રઘુવીર જીનિંગમાંથી વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું. પહેલા આગ કેમ લાગી તે શોધવાનું હતું. હજુ તપાસ શરૂ છે. હજુ આગ ઠરી નથી. ગોડાઉન માલિક દિનેશ સેલાણી સહિત 6ની ધરપકડ કરાઇ છે. હજુ પુરાવા મળશે તેની ધરપકડ કરીશું. આ છ લોકોના 10 દિવસના રિમાંડની માંગણી કરી છે. ગોડાઉનમાં 1,35, 957 ગુણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.