Abtak Media Google News

રંગતાળી…રંગતાળી…રંગતાળી રે રંગમાં રંગતાળી

ખ્યાતનામ સિંગરોના સૂરે વિવિધ સ્ટેપ રમ્યા રાસરસિકો

‘અબતક’ રજવાડી રાસોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓએ બેવડા આનંદ ઉત્સાહથી રાસની રમઝટ બોલાવી હતી. જાણીતા ગાયકોએ ટ્રેડિશ્નલ કપડામાં સજજ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. દરરોજની જેમ ‘અબતક’ રજવાડી રાસોત્સવનો ચોથા નોરતાનો મંગલ પ્રારંભ ર્માં જગદંબાની આરતી આરાધના સાથે કરવામાં આવ્યો હતો. સતત આઠ વર્ષથી યોજાતા રજવાડી રાસોત્સવમાં આ વર્ષે પ્રથમ નોરતે ભારે વરસાદથી આયોજન બંધ રહ્યું હતુ જોકે ત્યારબાદ બધા નોરતામાં ખેલૈયાઓ ખૂબજ ઉત્સાહથી ગરબા રમી નવરાત્રી ઉજવી રહ્યા છે.

Sixteen-Artisans-Flock-To-Abtak-Princely-Night-Festival
sixteen-artisans-flock-to-abtak-princely-night-festival

જાણીતા ગાયકો, અધતન સાઉન્ડ સીસ્ટમ અને ભવ્ય લાઈટીંગના સથવારે ‘અબતક’ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓનો દિન પ્રતિદિન પ્રવાહ વધી રહ્યો છે. ચુસ્ત સીકયોરીટી, વિશાલ પાર્કિંગ અને વિશાળ ગ્રાઉન્ડમાં ચિંતામુકત થઈ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમવા આવી રહ્યા છે. આજે પાંચમા નોરતે ખેલૈયાઓનો નવરાત્રી મહોત્સવનો ઉત્સાહ ચરમસીમાએ પહોચ્યો છે. દરરોજ વિજેતાઓને મહાનુભાવોનાં હસ્તે લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

મને ફોર, સીકસ સ્ટેપ અને ચોકડી રમવું બહુ ગમે છે: દ્રષ્ટી યાદવ

Sixteen-Artisans-Flock-To-Abtak-Princely-Night-Festival
sixteen-artisans-flock-to-abtak-princely-night-festival

દ્રષ્ટી યાદવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે ત્રણ મહિનાથી તૈયારીઓ કરીએ છીએ અને ઉત્સાહ પણ એટલો જ છે. ટ્રેડીશનલ પહેરવાની તૈયારી અમે એક અઠવાડીયા પહેલાથી જ શરૂ કરી દીધી હતી મને ફોર સ્ટેપ, સીકસ સ્ટેપ અને ચોકડી રમવું બંહુ ગમે છે.

નવરાત્રીમાં અલગ જ એનર્જી ઉત્પન્ન થાય છે: કાજલબેન

Sixteen-Artisans-Flock-To-Abtak-Princely-Night-Festival
sixteen-artisans-flock-to-abtak-princely-night-festival

કાજલબેને (સીંગર) ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નવરાત્રી સાથે ત્યારે માતાજીની કૃપાથી અલગ જ ગવાય જેતું હોય છે. નવરાત્રી દરમિયાન અલગ જ વાતાવરણ જોવા મળે છે. એક અલગ જ એનર્જી આવી જાય છે.

મેં છ-સાત મહિના ગરબે રમવાની તૈયારી કરી: બલદાણિયા કિટુ

Sixteen-Artisans-Flock-To-Abtak-Princely-Night-Festival
sixteen-artisans-flock-to-abtak-princely-night-festival

બલદાણીયા કિટુ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે ગાંધી જયંતિની સ્કુલમાં રજા છે. ત્યારે મને વિચાર આવ્યો કે આજે હું ગરબામાં ભારત માતા બની જાવ એટલે ભારત માતા બનીને આવી છું હું પાંચ વર્ષથી દાંડીયા રમું છું દર વર્ષે મહિનાથી ગરબે રમવાની તૈયારી કરીએ છીએ. અબતક રજવાડીએ ખુબજ સરસ આયોજન કરેલ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે સારૂ આયોજન છે.

રજવાડી રાસોત્સવમાં મને રમવાની મજા આવે છે: હર્ષવીર

Sixteen-Artisans-Flock-To-Abtak-Princely-Night-Festival
sixteen-artisans-flock-to-abtak-princely-night-festival

હર્ષ વીરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મને ગરબા રમવા બહુ ગમે છે. મને ચોકડી સીકસ સ્ટેપ રમવા ગમે છે. રજવાડીમાં મને મજા આવે છે.

અમે ખેલૈયાઓને નવું નવું પીરસીએ છીએ: રિયાઝભાઈ (સીંગર)

Sixteen-Artisans-Flock-To-Abtak-Princely-Night-Festival
sixteen-artisans-flock-to-abtak-princely-night-festival

રિયાઝભાઈ (સિંગર) અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નવરાત્રીમાં અમે અલગ જ મૂડમાં હોઈએ છીએ અમે રમવા માટે ખૂબ તૈયાર હોઈએ છીએ. ખેલૈયાઓને નવું નવું પિરસવા તૈયાર હોઈએ છીએ જેથી ખેલૈયાઓને પણ ગેમ કારણ કે ખેલૈયા છે તો અમે છીએ અમે સારૂ ગાશું તો ખેલૈયા સારૂ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.