Abtak Media Google News

ડાયાબિટીસ થવાનું એક મુખ્ય કારણ ઓછી ઊંઘ

Website Template Original File1 5

Advertisement

21મી સદીમાં આપણી જીવનશૈલીમાં ઘણા બદલાવ આવ્યા છે જેના કારણે આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજની જીવનશૈલીમાં મોટાભાગના લોકો 1 વાગ્યા પછી સુવે  છે.મોડી રાત્રે સૂવાથી હાર્ટ સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે .

રિસર્ચ મુજબ મોડી રાત્રે સૂવાથી હ્રદય રોગનો ખતરો વધી જાય છે. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે સૂવાને કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. ઓછી ઊંઘ લેવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.  જો કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો ચેપનું જોખમ ઝડપથી વધી જાય છે. આ ઉપરાંત આવા લોકો રોગોનો શિકાર પણ બને છે.

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસ થવાનું એક મુખ્ય કારણ ઓછી ઊંઘ છે. પૂરતી ઊંઘ લેવાથી તમારા બ્લડ સુગરનું સ્તર સંતુલિત રહે છે. ઉપરાંત, તમારા શરીર માટે ખાંડને પચાવવાનું સરળ બને છે. તેથી વધી રહેલા ડાયાબિટીસને કારણે દર્દીઓને યોગ્ય રીતે ઊંઘ આવતી નથી.

Eyjvyxv0Aci6Eyjjbgllbnrfawqioijmcm9Udglmes1Maw5Kzxiifswicgf0Aci6Imloac1Ozwfsdghjyxjllwjlcmhhzfwvzmlszvwvywn1Sho2Nhf1Sgzpq1Vqvzvxqusuanbnin0 Ihh Healthcare Berhad 4N9Wb9Gublvlai Rnyjm8 5Nygw8Qdz1Gl

ભારતમાં ડાયાબિટીસની સાથે કેન્સરનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. કેન્સરથી બચવા માટે તમારે પૂરતી ઊંઘ લેવાની પણ જરૂર છે. એક રિસર્ચ મુજબ નાઈટ ઓલ એટલે કે જે લોકો મોડી રાત સુધી જાગે છે તેઓ સામાન્ય લોકો કરતા જંક ફૂડ, ચા અને ધૂમ્રપાનનું સેવન વધારે કરે છે, જેના કારણે કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.

મોડી રાત સુધી જાગનારા લોકોને તણાવની સમસ્યા વધુ જોવા મળે છે. દિનચર્યાના કારણે વ્યક્તિ પોષક તત્વોનું યોગ્ય રીતે સેવન નથી કરી શકતું, જેના કારણે પોષણની ઉણપ રહે છે. પોષણના અભાવે તમારું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. ઉપરાંત, મોડી રાત સુધી જાગવાથી વધુ પડતી વિચારશક્તિ વધે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.