Abtak Media Google News

ઠંડી શરૂ થતા જ શરીરમાં થાક અને આળસ આવવા લાગે છે. ઠંડીમાં સવારના સમયે ગરમ ગરમ રજાઈમાંથી નીકળવાનું મન થતું નથી. આ દરમિયાન આપણને ઊંઘ પણ વધારે આવે છે. ક્યારેક લોકો કહે છે કે વાતાવરણમાં પરિવર્તનના કારણે આમ થઈ રહ્યું છે. જોકે તેની પાછળ પણ અન્ય કારણ છે.

Advertisement

હવામાનમાં બદલાવ

ઠંડીની સીઝનમાં તાપમાન ઘટે છે અને દિવસ નાનો થતો જાય છે. આ કારણે શરીરમાં વિટામીન-ડીની કમી થાય છે. જ્યારે શરીરમાં વિટામીન-ડીની કમી થાય છે ત્યારે વ્યક્તિને વધુ થાક અને ઊંઘ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે સાથે હવામાન ઠંડુ થવાથી મેટાબોલિઝમ પણ વધે છે. આ કારણે વધારે ઠંડીમાં ઊંઘ આવવી અને વધારે ભૂખ લાગવી જેવી સમસ્યાઓ થાય છે.Sleep 6

ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો 

ઠંડી શરૂ થતા જ લોકો એક્સર્સાઈઝ કરવાનું બંધ કરી દે છે. એક જ જગ્યાએ બેસવાનું પસંદ કરે છે. આ કારણે ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ઘટે છે અને ઊંઘ તેમજ આળસ આવે છે.

ખોરાકમાં બદલાવ

ઠંડીમાં દૂધ, દહીં, ઘી જેવી વસ્તુઓનું વધારે સેવન કરવામાં આવે છે. ડેરી પ્રોડક્ટ્સના કારણે પણ વધારે ઊંધ આવે છે.

સીઝનલ ઈફેક્ટ ડિસઓર્ડર

હવામાનમાં પરિવર્તન થવાની સૌથી વધુ અસર વ્યક્તિની મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. તેમાંથી એક સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર પણ છે. તે ડિપ્રેશનનો એક પ્રકાર છે. તેને હવામાન સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ ગરમીની તુલનામાં ઠંડીમાં તેના કેસ વધુ જોવા મળે છે. તેમાં ગુસ્સો આવવો, ચિડિયાપણું અને તણાવ જેવા લક્ષણો અનુભવાય છે.

 બચવું કેવી રીતે 

  • દિવસના સમયે તડકો જરૂરથી લેજો
  • સીઝનલ શાકભાજી અને ફળો ખાવ
  • ઠંડીમાં રોજ 20થી 30 મિનિટ કસરત જરૂર કરો
  • સવારે વહેલા ઉઠવાની કોશિશ કરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.